રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઇ

રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઇ

રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઇ
ચાલુ નાણાંકીય વર્ષના નિયત લક્ષ્યાંકો સત્વરે પૂર્ણ કરવા જિલ્લા કલેકટરશ્રીની સૂચના
રાજકોટ જિલ્લાની ફરિયાદ–સહ-સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી મનિષા ચંદ્રાના અધ્યક્ષ્સ્થાને યોજાઇ હતી, જેમાં ૩૧ માર્ચે પુરા થતા ૨૦૧૫-’૧૬ ના નાણાંકીય વર્ષના નિયત લક્ષ્યાંકો સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.બેંઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર શ્રી હર્ષદ વોરાએ ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા. અને એપ્રિલ માસથી જિલ્લાના તમામ તાલુકામાં યોજાનાર ‘‘લોકસંવાદ’’ કાર્યક્રમોમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નોનું પુનરાવર્તન ન થાય અને રજુ થનાર પ્રશ્નોનું સમયસર નિરાકરણ થાય તે જોવા તેમણે સૂચના આપી હતી. ૨૧ માર્ચે ‘‘વિશ્વ વન દિવસ’’ નિમિત્તે સવારે ૯-૩૦ વાગ્યે મુખ્યમંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સનું તમામ તાલુકા શાળા ખાતે બાયસેગના માધ્યમ મારફતે  પ્રસારણ થવાનું છે. તેમાં અચૂક ઉપસ્થિત રહેવા અધિક કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે શ્રી હારિત શુકલની નિમણુંક થયાની જાણ અધિક કલેકટર શ્રી હર્ષદ વોરાએ આ બેઠકમાં કરી હતી. તથા આધાર કાર્ડ કાઢવાની કામગીરીને પ્રથમ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. વિવિધ કારણોસર કરવામાં આવતી સરકારી જમીનની દરખાસ્ત નિયત ફોર્મમાં ભરીને આવે તે જોવા સંબંધિત અધિકારીઓને તેમણે ટકોર કરી હતી. જિલ્લાની મુલાકાતે પધારતા મહાનુભાવોના આગમન સમયે યોગ્ય પ્રોટોકોલની જાળવણી કરવા તેમણે ઉપસ્થિત અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું. સરકારી લેણાંની તાત્લિક વસૂલાત કરવા, ખાતાકીય તપાસ સત્વરે આટોપવા અને આવનારા વર્ષમાં નિવૃત્ત થનારા અધિકારીઓ/કર્મચારીઓના પેન્શન પેપર વહેલી તકે તૈયાર કરવા પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ કોઠારી, પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સુદ, પ્રાંત અધિકારીશ્રીઓ શ્રીએચ.એમ.જાડેજા, શ્રી જે.કે.પટેલ, શ્રી જી.એસ.ધાકરે તથા શ્રી એસ.એમ.ડુંગરિયા, નાયબ કલેકટર શ્રી આઇ.વી દેસાઇ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચેતન ગાંધી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી કનકસિંહ ઝાલા, નાયબ નિયામકશ્રી ભરતભાઇ જાની, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતિ જિજ્ઞાસા ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જે.કે.વીસીયા, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરો તથા અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon