ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના સમાચાર

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના સમાચાર

                      ધરમપુર તાલુકાના સીદુમ્‍બર પી.એચ.સી. ખાતે નવી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ 
      
        વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઇમરજન્‍સીને ઝડપી પ્રતિસાદ આપવા માટે ખાસ કિસ્‍સામાં ધરમપુર તાલુકાના સીદુમ્‍બર પી.એચ.સી. ખાતે નવી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ફાળવવામાં આવી છે. જેનું લોકાર્પણ તા.૨૧/૩/૧૬ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રવિ કુમાર અરોરાના હસ્‍તે કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેવા વલસાડ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.
વલસાડ જિલ્લાની પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ :વલસાડ જિલ્લાની જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક  કલેક્‍ટરશ્રી રવિ કુમાર અરોરાના અધ્‍યક્ષ સ્‍થાને તેમની ચેમ્‍બરમાં યોજાઇ હતી. આ બેઠકમાં અધ્‍યક્ષ સ્‍થાનેથી કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરાએ ઉમરગામના રેશન કાર્ડ કામગીરી નિયમોનુસાર ઝડપથી કરવા તેમજ જિલ્લામાં ઉપલબ્‍ધ અનાજ, ખાંડ અને કેરોસીનના જથ્‍થાની ઉપલબ્‍ધતા સહિતની કામગીરી બાબતે પણ માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. આગામી ૧લી એપ્રિલથી શરૂ થનારી રાષ્‍ટ્રીય અન્‍ન સલામતી કાયદાની અમલવારી શરૂ કરવામાં આવશે. આ યાદીમાં કોઇ ત્રુટી હોય તો તેનું નિવારણ તાલુકાકક્ષાએ કરવામાં આવશે.
        આ બેઠકમાં પુરવઠા સલાહકાર સમિતિના સભ્‍યો દ્વારા રજુ થયેલા પ્રશ્‍નોનું ઝડપથી નિરાકરણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને જણાવાયું હતું. આ બેઠકમાં ધરમપુરના ધારાસભ્‍ય શ્રી ઇશ્વરભાઇ પટેલ, કપરાડાના  ધારાસભ્‍યશ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.સી.બ્રહ્મભટ્ટ, પુરવઠા અધિકારીશ્રી સહિત વલસાડ અને ઉમરગામના મામલતદારશ્રીઓ  સહિત સમિતિના સભ્‍યો  બેઠકમાં ઉપસ્‍થિત  રહ્યા હતા.             

વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇઃ


વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની માસિક બેઠક આજે તા.૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ જિલ્લા કલેકટરશ્રી રવિકુમાર અરોરાના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.  
આ બેઠકના પ્રથમ ભાગમાં ધરમપુરના ધારાસભ્‍યશ્રી ઇશ્વરભાઇના વિજળી કનેકશનનો પ્રશ્‍ન, વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલના ભાગલ ગામના તળાવ બનાવવા માટે જમીનની ફાળવણી, ઉમરગામના ધારાસભ્‍યશ્રી રમણભાઇ પાટકરના વીજ કંપનીના વધુ લાઇટ બીલ અંગેના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, ઉનાળાની મોસમને ધ્‍યાને લઇ ચેકડેમ- તળાવોમાં પાણી ભરવા, આવક-જાતિના દાખલા ઝડપથી મળે, ભિલાડ સાયન્‍સ કોલેજને જમીન ફાળવણી, કલગામમાં જમીન દબાણનો પ્રશ્નો, સાંસદ ડો.કે.સી.પટેલના વાપી છરવાડા ખાતે  માર્ગ અને મકાન વિભાગ પંચાયતની જગ્‍યા ઉપર દબાણ દૂર કરવા, કપરાડાના મેધવાળ ગામે ગેરકાયદે રેતી ખનન અંગે, કપરાડાના ધારાસભ્‍યશ્રી જીતુભાઇ ચૌધરીએ અંભેટી નવોદય વિદ્યાલયની કામગીરી અંગેની ચર્ચા કરી હતી. જિલ્લામાં બિન ઉપયોગી પડી રહેલા સરકારી મકાનોની સમીક્ષા કરી, સુખાલાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બાબત, જિલ્લામાં આરોગ્‍ય સબ સેન્‍ટર ઉપર મેડીકલ ઓફિસર હાજર રહે તે અંગે પણ  સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રીએ સંકલન બેઠકમાં રજુ થતા પ્રશ્નો, લોકોને સ્‍પર્શતા વીજળી, પીવાના પાણી, રસ્‍તા, આરોગ્‍યલક્ષી વગેરે બાબતોની ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી હતી. વધુમાં બેઠકમાં પરવાનગી વિના ગેરહાજર ન રહેવા અધિકારીઓને તાકીદ કરી હતી. દરેક વિભાગ એક બીજાના સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવવામાં આવ્‍યું હતું.
સંકલન બેઠકના ભાગ- ૨ માં જિલ્લા કલેકટરશ્રીએ વહીવટી બાબતોની સમીક્ષા હાથ ધરી હતી જે અંતર્ગત પગાર ફીકસેશનનિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસ, સરકારી માંગણાની વસૂલાત, માહિતી અધિકાર નિયમ - ૨૦૦૫ ની કામગીરી, સીટીઝન ચાર્ટર હેઠળ મળેલ અરજીઓના નિકાલ વગેરે બાબતોની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્‍દ્રભાઇ ટંડેલ, ધારાસભ્‍યશ્રી કનુભાઇ દેસાઇ, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.સી બ્રહ્મભટ્ટ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ડી. બાગુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી સંગાડા, જિલ્‍લા પ્રાયોજના અધિકારીશ્રી બી. સી. ચુડાસમા, જિલ્લા આયોજન અધિકારીશ્રી બી. બી. પટેલ, પ્રાંત અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, શ્રી વી. પી. મછાર, શ્રી જે. પી. પ્રજાપતિ જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી સંઘવી, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેશ્રી ચૌધરી, પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ તથા સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.      



print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon