પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે “સેતુ ભારતમ્”
યોજનાનો શુભારંભ કર્યો. 50,000 કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય રાજમાર્ગો પર સુરક્ષિત
અને અવરોધરહિત મુસાફરી માટેનો આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.
કાર્યક્રમનો ઉદ્દેશ્ય
2019 સુધીમાં રાષ્ટ્રીય રાજમાર્ગોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાનો છે.
208 નવા રોડ ઓવર બ્રિજ / રોડ અંડરપાસ બનાવવાની
યોજના છે, જ્યારે 1500 પુલોને પહોળા, પુનર્વસન કે બદલી દેવામાં આવશે.
આ પ્રસંગે બોલતા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ દિશામાં ક્વોન્ટમ
કુદકો લગાવવા ઈચ્છે છે. દેશના વિકાસમાં માળખાગત સુવિધાઓનું મહત્વ સમજાવતા તેમણે
કહ્યું કે જેમ માનવ શરીરમાં ધમની અને શિરાનું મહત્વ છે, તેટલું જ મહત્વ રાષ્ટ્ર
માટે રસ્તાઓનું છે.
પ્રધાનમંત્રીએ બીજા
ક્ષેત્રો જેવા કે રેલવે, સિંચાઈ અને ડિઝીટલ કનેક્ટીવીટી જેવા ક્ષેત્રોમાં માળખાગત
સુવિધાઓ માટે સરકારે કરેલી પહેલો વિશે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ પીએ સંગમાના
નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના પૂર્વ
અધ્યક્ષ શ્રી પીએ સંગમાના નિધન પર શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે
“શ્રી પી. એ. સંગમા જાત મહેનતે
બનેલા નેતા હતા, જેમનું પૂર્વોત્તરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે. તેમના નિધનથી
દુઃખ પહોંચ્યું.
લોકસભા અધ્યક્ષ તરીકેનો શ્રી પી. એ. સંગમાનો કાર્યકાળ
અવિસ્મરણીય છે. તેમના વ્યવહારિક વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ લોકોના
પ્રિય હતા. સંગમાજી નેતાજી બોઝથી ખૂબ પ્રભાવિત હતા. 2012માં આઝાદ હિંદ ફોજ પર એક
કાર્યક્રમમાં અમે બંનેએ ભાગ લીધો હતો.
print this post
0 comments