વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજન વિવિધ જોગવાઇ હેઠળના કામગીરીની સમિક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી સૌરભ પટેલ

વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજન વિવિધ જોગવાઇ હેઠળના કામગીરીની સમિક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી સૌરભ પટેલ

સૂરત જિલ્‍લાના પ્રભારી અને નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, ખાણ ખનિજ, કુટિર ઉધોગ ,મીઠા ઉધોગ, છાપકામ, લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી સૌરભ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળના કામોની કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
        આ બેઠકમાં મંત્રીશ્રીએ વર્ષ-૨૦૧૩ થી ૨૦૧૫ સુધીના વર્ષની ૧૫ ટકા વિવેકાધીન હેઠળ હાથ ધરાયેલ કામોની તાલુકા વાઇઝ વિસ્‍તૃત સમિક્ષા કરી હતી. ત્‍યારબાદ ધારાસભ્‍ય  ફંડ હેઠળ ૨૦૧૩ થી ૨૦૧૫ સુધીના હાથ ધરાયેલ કામોની ફેબ્રુઆરી અંતિત થયેલ કામગીરીની સમિક્ષા કરતાં વધુમાં જણાવ્‍યું હતું કે જે કામોની વહીવટી મંજૂરી મળી ગઇ છે. અને પ્રગતિ હેઠળ અને બાકી રહેતા કામો ૩૧/૩/૨૦૧૬ માં પૂર્ણ થઇ જાય તે અંગેની તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે એ.ટી.વી.ટી યોજનાઓના કામોની પણ વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.
                 સને ૨૦૧૫-૧૬ નાં વર્ષમાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ હાથ ધરાયેલા કામો પૈકી રૂ.૧૦૫૦.૨૦ લાખના ખર્ચે ૫૭૬ કામોની વહીવટી મંજુરી આપવામાં આવી છે. જે પૈકી ૪૦૬ કામો પૂર્ણ અને ૪૯ કામો પ્રગતિમાં છે. જયારે ૫ ટકા પ્રોત્‍સાહક જોગવાઇ હેઠળ રૂ.૭૦.૦૦ લાખના ખર્ચે ૩૫ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે અન્‍વયે ૨૯ કામો પૂર્ણ અને ૬ કામો પ્રગતિમાં છે. સાંસદ સભ્‍યશ્રીના ફંડમાંથી રૂ.૧૦૭૭.૩૨ લાખના ૪૯૩ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ૨૯૧ કામો પૂર્ણ અને ૧૮૫ કામો પ્રગતિમાં છે. જેની પણ વિસ્‍તૃત સમિક્ષા કરવામાં આવી હતી. બાકી કામો અંગે ત્‍વરિત કાર્યવાહી થાય તે અંગે મંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા.     
બેઠકમાં ઉપસ્‍થિત ધારાસભ્‍યશ્રીઓ અમલીકરણ અધિકારીઓે સૂચનો અને મુશ્‍કેલીઓ પણ રજૂઆત કરવા જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ, સાંસદશ્રી, ધારસભ્‍યશ્રીઓ, અને અમલીકરણ અધિકારીઓ દ્વારા થયેલ રજુઆત બાબતે ગાઇડ લાઇન મુજબ કામગીરી સમય મર્યાદા પૂર્ણ થાય તે અંગે કેટલાક રચનાત્‍મક સમજણ આપી હતી.

આ પ્રસંગે જિલ્‍લા પંચાયતનાં પ્રમુખશ્રી સુરેશભાઇ પટેલ, સાંસદ શ્રીપ્રભુભાઇ વસાવા, ધારાસભ્‍ય શ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી જનકભાઇ કાછડીયા, શ્રી ઇશ્‍વરભાઇ પરમાર, શ્રીમતી સંગીતાબેન પાટિલ, શ્રી કિશોર કાનાણી, શ્રી મોહન ઢોડિયા, શ્રી પ્રફુલ પાનશેરિયા કમિશનરશ્રી સુરત મહાનગરપાલિકાશ્રી તોરવણે, જિલ્‍લા કલેકટરશ્રી રાજેન્‍દ્રકુમાર તથા અમલીકરણ અધિકારી ઉપસ્‍થિત રહયા હતા

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon