સૂરત,શુક્રવાર: ગુપ્તચર
સંસ્થાઓના વખતો વખતના અહવાલો અને અમુક ઘટનાઓને ધ્યાને લઈ શહેર પોલીસ કમિશનરે શાંતિ
અને સલામતિ જળવાય રહે તે માટે એક
જાહેરનામું પ્રગટ કર્યુ છે. આ જાહેરનામા અનુસાર સૂરત જિલ્લાના હકુમત હેઠળના
સમગ્ર વિસ્તારમાં કોઈ રહેણાંક મકાનો/દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના
સંચાલકોએ મિલકત ભાડે આપી છે તથા હવેથી ભાડે આપે ત્યારે નિયત નમૂનાની વિગતોᅠસંબધિત પોલીસ સ્ટેશનને આપવાની રહે છે. હુકમનો ભંગ
કરનાર ભારતીય
દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને
પાત્ર થશે.
print this post
0 comments