મિલકત ભાડે આપો તો પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી

મિલકત ભાડે આપો તો પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવી

સૂરત,શુક્રવાર:  સુરત શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામા દ્વારા શહેરી વિસ્‍તારમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્‍ટ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી આપે ત્‍યારે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવાનો હુકમ કર્યો છે. જે અંતર્ગત હોટલ,લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્‍યારે તેના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્‍યા અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્‍સીયલ પરમીટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા, ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. સુરત શહેરમાં કઇ જગ્‍યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્‍પદ હીલચાલ જણાયેથી તાત્‍કાલિક પોલીસને જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્‍યવસ્‍થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્‍ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્‍ટ્રેશન નંબર, રજીસ્‍ટરમાં નોધવાનો રહેશે. જે પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજીસ્‍ટરમાં નોધ કરવાની રહેશે.  આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon