સુરત -૧૬૮-ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણી: ૨૦૧૬ શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા અંગે

સુરત -૧૬૮-ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણી: ૨૦૧૬ શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા અંગે

સૂરત જિલ્લામાં આગામી જાન્યુઆરી માસમાં તા.૨૧/૦૧/૨૦૧૬ ના રોજ યોજાનાર ૧૬૮-ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારખાનાધારા-૧૯૪૮ હેઠળના ઔદ્યોગિક એકમોના તથા બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસએકટ ૧૯૯૬ અન્વયે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૧૩૫-બી મુજબ નોંધાયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ  કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

      આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહે નહી. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારીઓ પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોયઅને પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોઈ અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં  અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓને તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ૩ થી ૪ કલાક માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કારખાનેદાર/માલિક/નોકરીદાતા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.             

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon