સ્કૂલમાં લંચ માટેનો બ્રેક
બાળકો જો હેલ્ધી ઇટિંગ હેબિટ્સ કેળવે એવું ઇચ્છતા હોઈઅે તો તેમને સ્કૂલમાં લંચ માટેનો બ્રેક લાંબો અાપવો જોઈઅે. નાના બ્રેકમાં ઝટપટ લંચ પતાવી દેવાની અાદતને કારણે બાળકો દૂધ, વેજિટેબલ્સ અને હેલ્ધી અાઈટમોનું અોછું સેવન કરે છે. અમેરિકાના બોસ્ટનમાં અાવેલી હાર્વર્ડ સ્કૂલ અોફ પબ્લિક હેલ્થના રિસર્ચરોનું કહેવું છે કે સ્કૂલમાં બપોરના ભોજન માટેનો બ્રેક વીસ મિનિટથી અોછો હોય એવા બાળકોની ખાવાની અાદતો બગડે છે. ભારતની જેમ અમેરિકામાં પણ એક લાખ સ્કૂલમાં ત્રણ કરોડ બાળકોને સ્કૂલમાં જ ભોજન અાપવામાં અાવે છે. રિસર્ચરોઅે નોંધ્યું હતું કે દરેક સ્કૂલમાં લંચ બ્રેક અલગ અલગ સમયનો હોય છે. જે સ્કૂલોમાં વીસ મિનિટ કરતાં અોછો સમય ખાવા માટે અપાય છે તેઅો પચીસ મિનિટ કે એથી વધુ સમય રિસેસનો મળતો હોય એવાં બાળકો કરતાં બાર ટકા અોછાં વેજિટેબલ્સ ખાય છે અને દસ ટકા અોછું દૂધ પીઅે છે. રિસર્ચરોઅે નોંધ્યું હતું કે જલ્દી ભોજન પતાવવાનું હોય એવું પ્રેશર ધરાવતાં બાળકો ફૂટ્સ ખાવાનું અોછું પ્રિફર કરે છે. જે બાળકોને અોછો સમય ખાવા મળે છે તેઅો ખોરાકનો બગાડ પણ વધુ કરે છે.
print this post
0 comments