તમારા બાળકોના ઝગડાથી તમે કંટાળ્યા છો તો આ રીતે તાલમેલ બેસાડો
તમારા ઘરમાં પણ એવો કોઈ દિવસ નહી જતો હોય જ્યારે તમારા બાળકો ઝગડતા ન હોય. નાની-નાની વાતો પર બાળકોનું લડવુ સામાન્ય વાત છે. આ ઝગડાને ઉકેલવા દરેક માતાપિતા માટે એક પડકાર હોય છે. તેમને સમજાતુ નથી કે કેવી રીતે આનો અંત લાવે. બાળકોના પરસ્પર સંબંધો સુધારવામાં પેરેંટ્સની ખૂબ મોટી ભૂમિકા હોય છે તો આવો જાણીએ આ ઝગડાને કેવી રીતે ઉકેલશો.
બંને બાળકોને જુદો જુદો સમય આપો - બાળકો અનેકવાર તમારુ ધ્યાન આકર્ષિત કરવા માટે પણ પરસ્પર ઝગડો કરે છે. ઝગડો ઓછો કરવાનુ સૌથી સારી રીત છે કે તમે બંનેને પોઝીટીવ અને જુદો જુદો સમય આપો. જેમની તેમને ખરેખર જરૂર છે. તમે રોજ ફક્ત 10થી 15 મિનિટનો સમય બંનેને જુદો જુદો આપો. આ દરમિયાન તેમની સાથે તેમની પસંદની એક્ટીવીટી કરો. જ્યારે બાળકો પોતાની તરફ તમારુ પોઝીટીવ ધ્યાન જોશો તો ઓછા નેગેટીવ બનશે.
તેમની ભાવનાઓને સમજો - ઝગડા દરમિયાન તમારા બંને બાળકો શુ વિચારે છે. તેમના એ સમયની ભાવનાઓને સમજવામાં મદદ કરો અને એ પણ બતાવો કે તેનો સામનો કેવી રીતે કરવાનો છે. તક જોઈને તેમનો ગુસ્સો, અદેખાઈ અને નારાજગી જેવી ભાવનાઓ પર વાત કરો અને તેમને જણાવો કે આ વસ્તુઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય છે. બાળકોને આ વાત માટે પ્રેરિત કરો કે તેઓ એકબીજાને બ્લેમ ન કરે પણ પોતાની ભૂલને સ્વીકારતા શીખે.
રેફરી ન બનશો
જ્યારે તમે કે તમારા પતિ કોઈ એક બાળકના પક્ષમાં બોલો છો તો આ એક બાળકને વિજેતા બનાવવા અને બીજાને પરાજીત કરવા જેવુ છે. આવુ કરવાથી બંનેના ઝગડાને હવા મળે છે અને તેમનો ગુસ્સો પણ વધે છે. જે આગળના ઝગડાનું રૂપ લે છે. તેથી કોઈ એકની તરફદારી ન કરશો અને જજ બનાવાને બદલે મોડેરેટરની ભૂમિકામાં આવો. બાળકોને તેમની સમસ્યાનુ સમાધાન જાતે જ કાઢવા દો અને તમે ફક્ત મદદ કરો.
ચાડી કરવાની આદત બિલકુલ ન હોય
બાળકોને ચાડી કરવી અને સૂચના(ઈંફોર્મ) કરવા વચ્ચેનુ અંતર બતાવો જેથી તેમને ધ્યાન રહે કે ચાડી કરવાથી કોઈનુ નુકશાન પણ થઈ શકે છે. પછી તેમને બતાવો કે જો કોઈ ત્રીજો એ બંનેની ચાડી કરે તો તેના પ્રત્યે કોઈ પ્રતિભાવ ન આપશો. તેમને જણાવો કે એકબીજા પર ગુસ્સો કરવો ઠીક છે પણ ચાડી કરવાથી બચવુ જોઈએ.
તુલના ક્યારેય ન કરો
તમે અનેકવાર જાણતા-અજાણતા કહી જ દો છો કે મારી આ પુત્રી અને પુત્ર ખૂબ જ સીધા છે કે ભણવામાં ખૂબ સારા અને બીજો ખૂબ ધમાલિયો છે... અભ્યાસમાં નબળો છે. જ્યારે તમે આવુ કરો છો તો આ એ બાળકને નીચા બતાવવા જેવુ છે, જેની તમે બુરાઈ કરી છે. બીજી બાજુ જે બાળકના તમે વખાણ કરો છો તેમા અહંકાર આવી જાય છે. આ અંતર ઝગડાને જન્મ આપે છે. બાળકોની પરસ્પર તુલના ક્યારેય ન કરો.
સમજાવો જીંદગી નિષ્પક્ષ નથી
તમે તેને વધુ દૂધ આપી દીધુ.. મે અત્યારે પાણીની બોટલ ભરી હતી અને તેણે કશુ ન કર્યુ તમે તેન તો કશુ કહેતા જ નથી. ચાડીની જેમ બાળકોની નિષ્પક્ષતાને લઈને કરવામાં આવેલ ફરિયાદો પર ધ્યાન ન આપો. તમે એવુ કહો કે જીવનમાં કોઈને ઓછુ વધારે મળતુ જ રહે છે. જીંદગી નિષ્પક્ષ નથી. આ પ્રકારની ફરિયાદોનો કોઈ મતલબ નથી. ધ્યાન રાખો કે જો તમે આ ફરિયાદો પર ધ્યાન આપશો તો ઝગડો વધશે.
print this post
0 comments