હાર્ટ-અટેક આવે એ પહેલાનાં કેટલાંક લક્ષણો સમજવાની જરુર
આજકાલ જે રીતે કાર્ડિએક પ્રોબ્લેમ્સી વધતા ચાલ્યા છે એને જોતાં હાર્ટ અને એને સંબંધિત રોગ વધુ ને વધુ ચિંતાનું કારણ બની રહ્યા છે. હાર્ટ-અટેકનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે એ અચાનક આવે છે અને જયાં સુધી દરદી હોસ્પિયટલમાં પહોંચે ત્યાં સુધીમાં ક્યારેક ઘણું મોડું થઈ ગયું હોય છે. હાર્ટ-અટેકને કારણે વ્યક્તિને પેરેલિસિસથી લઈને મૃત્યુ સુધીના પરિણામનો સામનો કરવો પડી શકે એમ છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં દરદીને જેટલી જલદી સારવાર આપી શકાય એટલું દરદીના શરીરને થતું નુકસાન અટકાવી શકાય છે. એનાથી પણ સારી વાત એ છે કે જો હાર્ટ-અટેકને જ ટાળી શકાય તો એનાથી થતા બધા જ પ્રોબ્લેમ્સ ને ટાળી શકાય.
તાજેતરમાં અમેરિકન હાર્ટ અસોસિએશનના સાયન્ટિફિક સેશનમાં એક રિસર્ચ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે હાર્ટના લગભગ ૫૦ ટકાથી વધુ દરદીઓને હાર્ટ-અટેક આવવાના એક મહિના પહેલાંથી જ એનાં લક્ષણો સામે આવી ગયાં હતાં જેના પરથી હાર્ટ-અટેક આવી શકે છે એવી શક્યમતાને જાણી શકાય એમ હતું. આ રિસર્ચમાં ૩૫થી લઈને ૬૫ વર્ષ સુધીના ૮૨૫ પુરુષો જે કાર્ડિએક અરેસ્ટ નો ભોગ બન્યાઆ હતા તેમનો સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાંથી ૫૬૭ કેસ એવા હતા એમાં અટેક આવ્યા ના એકાદ મહિના પહેલાં જ દરદીઓનાં હાર્ટ-અટેકનાં લક્ષણો સામે આવ્યાં હતાં. એમાંથી ૫૬ ટકા દરદીઓને છાતીમાં દુખાવો ઊપડયો હતો, ૧૩ ટકા દરદીઓ અપૂરતો શ્વાસ જ લઈ શકતા હતા, ૪ ટકા દરદીઓને ચક્કર આવતાં હતાં, તેઓ બેભાન થઈ જતા હતા કે તેમને ધબકારાને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હતા. આ બધું અટેક આવ્યા ના એક મહિના પહેલાં જ થયું હતું જે ખરા અર્થમાં હાર્ટ-અટેકનાં લક્ષણો ગણી શકાય.
આ સિવાય આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકોને હાર્ટ-અટેક હોસ્પિટલની અંદર કે એની નજીક નહીં પરંતુ હોસ્પિટલની બહાર આવ્યો હતો એવા લોકોમાંથી ફક્તા ૧૦ ટકા લોકોને જ બચાવી શકાયા છે. એટલે કે જે લોકો હોસ્પિરટલમાં હતા તેમને તરત સારવાર મળવાથી તેઓ બચી ગયા, પરંતુ જેઓ હોસ્પિિટલમાં નહોતા તેમના માટે બચવું મુશ્કેલ હતું. આ રિસર્ચના તારણ અનુસાર હાર્ટ-અટેકનાં ૮૦ ટકા લક્ષણો અટેક પહેલાંના ચાર અઠવાડિયાંથી લઈને અટેકના એક કલાક પહેલાં સુધીમાં સામે આવી જાય છે. જરૂર છે એને ઓળખવાની.
તો શું હાર્ટ-અટેક આવવાનો છે એવી ખબર દરદીને પહેલાંથી પડી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં કાર્ડિયોલોજિસ્ટર ડો. આશિષ કોન્ટ્રે ક્ટંર કહે છે, ‘હાર્ટ-અટેક હંમેશાં અચાનક આવતી બીમારી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ એટલી પણ અચાનક નથી આવતી. ઓલમોસ્ટ ૫૦ ટકા કેસોમાં એવું જોવા મળ્યું છે કે હાર્ટ-અટેકનાં ચિહ્નો કે લક્ષણો પહેલાં દેખાઈ આવે છે. જો એને સાચી રીતે ઓળખી કાઢવામાં આવે તો ઘણા ફાયદાઓ થઈ શકે છે, પરંતુ દુખની વાત એ જ છે કે લોકો આ લક્ષણોને ઓળખી નથી શકતા અને સામાન્યછ બીમારી સમજીને અવોઇડ કરી નાખતા હોય છે. આ વિશે દરેક વ્યમક્તિકએ થોડી જાગૃતિ કેળવવી જરૂરી છે. જો તમે તમારા શરીરને વ્યજવસ્થિ ત જાણતા હો તો આ લક્ષણો ઓળખવાં સહેલાં છે.'
હાર્ટ-અટેકને કયાં લક્ષણોથી સમજી શકાય એ વિશે વાત કરતાં ડો. આશિષ કોન્ટ્રેબક્ટએર કહે છે, ‘હાર્ટ-પ્રોબ્લેઅમનાં લક્ષણોમાં ઘણાં લક્ષણો સ્ટ્રોરન્ગા અને સ્પનક્ટ હોય છે જેને તરત ઓળખી શકાય છે જયારે ઘણાં એટલાં અસ્પ્ક્ટલ હોય છે કે એને હાર્ટનાં લક્ષણો ગણવાં કે નહીં એ પણ એક પ્રશ્ન છે. એનાં સ્ટ્રોએન્ગે લક્ષણોમાં જોઈએ તો છાતીમાં દુખાવો અને બ્રેથની શોર્ટનેસ એટલે કે અપૂરતો શ્વાસ કે શ્વાસ લેવામાં કોઈ પ્રકારની તકલીફ મુખ્યણ લક્ષણો છે જયારે માથું ભારે લાગવું, ચક્કર આવવાં, નબળાઈ લાગવી, શરીરના કોઈ ભાગમાં દુખાવો ખાસ કરીને છાતીથી લઈને હાથ તરફનાં અંગોમાં દુખાવો, બેચેની, ગભરામણ વગેરે ખૂબ અસ્પતક્ટા લક્ષણો છે જે કોઈ બીજાં કારણોસર પણ વ્યજક્તિીને થઈ શકે છે એથી આ લક્ષણો સાથે એ ડિટેક્ટગ કરવું કે આ વ્યપક્તિથને હાર્ટની તકલીફ હોઈ શકે એ મુશ્કે લ છે.'
આગળ ડોક્ટર પાસે ક્યારે જવું?
૧) છાતીમાં દુખાવો મોટા ભાગે છાતીના મધ્ય માં થાય છે. ઘણી વખત દરદીને દુખાવો નથી થતો, પરંતુ તે છાતીમાં ટાઇટનેસ અનુભવે છે. જાણે તેમને કોઈ ભીંસી રહ્યું હોય, કોઈ પ્રકારનો છાતી પર ખૂબ ભાર અનુભવાય કે લાગે કે કોઈ ભારે દબાણ અનુભવાય તો આ પ્રકારનું છાતીનું ડિસકમ્ફભર્ટ પણ હાર્ટ-પ્રોબ્લેઅમનાં લક્ષણોમાં જ ગણાય.
૨) ઘણી વાર લોકો છાતીમાં થતા દુખાવાને હાર્ટ સંબંધી ન ગણતાં ગેસ કે એસિડિટીને કારણે થતો દુખાવો સમજવાની ભૂલ કરી બેસતા હોય છે. આ બન્ને દુખાવા વચ્ચેીનો મૂળ ફરક એ છે કે ગેસથી જે દુખાવો થતો હોય એ કન્ડિાશનમાં જો વોક કરવામાં આવે તો ખૂબ સારું લાગે છે. જયારે દુખાવો હાર્ટ સંબંધી હોય તો વ્યિક્તિા ચાલે તો તેને વધુ દુખાવો થાય અને ખૂબ થાક લાગે. આ મૂળભૂત તફાવતને સમજી લઈએ તો ગેરસમજથી બચી શકાય અને સાચા સમયે ડોક્ટતર પાસે પહોંચી શકાય.
૩) જો તમે રેગ્યુચલર બે કિલોમીટર વગર થાકે ચાલી શકતા હો અથવા ત્રણ માળનાં પગથિયાં દરરોજ ચડતા હો અને અચાનક એટલા જ અંતરમાં થાક લાગવા માંડે અથવા હાંફ ચડવા માંડે એને લક્ષણ સમજી ડોક્ટારની મુલાકાત લેવી. શરીરને વ્યફક્તિે જેટલું સારી રીતે સમજે એટલું એના માટે લક્ષણોને સમજવાં સરળ બની રહે છે.
૪) ૩૫ કે ૪૦ વર્ષની ઉંમર પછી સતત ૬ મહિને હાર્ટ ચેક-અપ કરાવતાં રહેવું જરૂરી છે.
print this post
0 comments