ગુજરાતના ૬ મહાનગર પાલિકાઓના ચુંટણી સંપન્ન

ગુજરાતના ૬ મહાનગર પાલિકાઓના ચુંટણી સંપન્ન

આજે તારીખ ૨૨/૦૧૧/૨૦૧૫ ના રોજ સ્થાનીય સ્વરાજ ની ચુંટણી એન કેન પ્રકારેણ સંપન્ન થયી. રાજ્યની મહાપાલિકાઓની ચૂંટણી માટે સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. છ મહાનગર પાલિકાઓના કુલ 143 વોર્ડની કુલ 572 બેઠકો માટે 1 હજાર 856 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. કુલ 95 લાખથી વધુ મતદારો આ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
 અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરની મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાઈ હતુ.
ઉદ્યોગપ્રધાન સૌરભ પટેલે નવરંગપુરા વોર્ડમાં મતદાન કર્યું
અમદાવાદના નવરંગપુરા વોર્ડ ખાતેથી રાજ્યસરકારના ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે..તેમણે ગુલબાઈ ટેકરામાં આવેલી રેવાબા હોલ ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા..તેમજ મતદાન કર્યુ હતુ અને કોર્પોરેશનની ચૂંટણી શહેરના વિકાસ માટે મહત્વની ગણાવીને મતદાન કરવા અપીલ કરી હતી.
આનંદીબહેને શીલજમાંથી મતદાન કર્યું
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે અમદાવાદના શીલજમાં મતદાન કર્યું. તેમણે મતઆપવાની સાથે જ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે છ મહાનગર પાલિકામાં ભાજપની જીત પાક્કી છે. ભાજપે આટલા વર્ષોમાં રાજ્યનો વિકાસ કર્યો છે એટલે વિકાસને ધ્યાને રાખી મતદારો મતદાન કરશે.
ભાજપ નેતા નરહરી અમિને મતદાન કર્યું
અમદાવાદમાં યોજાયેલા મહાનગર પાલિકાના મતદાનને લઈને નારણપુરા વોર્ડમાંથી ભાજપના નેતા નરહરિ અમીને પણ મતદાન કર્યુ છે. તેમણે મતદાન કર્યા બાદ તમામ મહાનગર પાલિકામાં ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તો વળી, પાટીદાર પણ આખરે ભાજપ તરફ વળ્યા હોવાની વાત નરહરિ અમીને કહી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુરથી મતદાન કર્યું
અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મતદાન કર્યુ છે. લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુર વોર્ડથી મતદાન કર્યુ છે. તેમણે મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં ક્હ્યુ કે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સારા પરિણામો આવવાના છે. જોકે સારા દિવસો આવતા હજુ થોડા દિવસ લાગશે. અડવાણીએ કહ્યું કે બિહાર ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં સતર્કતા વધી છે અને ચૂંટણીમાં કોઈ કસર ન રહે તેવા પગલા લેવાયાં છે.
મતદાન પહેલા ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે પરંતુ મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે બીજી ડિસેમ્બરે ખબર પડી જશે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon