કેન્દ્રીય કર્મચારીઓના અચ્છે દિન આવ્યા,

કેન્દ્રીય કર્મચારીઓના અચ્છે દિન આવ્યા,

કેન્દ્રીય કર્મચારીઓના અચ્છે દિન આવ્યા,

18000 રહેશે ન્યૂનતમ સેલેરી,

ન્યાયમૂર્તિ એકે માથુરની અધ્યક્ષતાવાળા સાતમા કેન્દ્રીય વેતન પંચે ગુરૂવારે પોતાની રિપોર્ટ નાણાકીય મંત્રી અરુણ જેટલીને સોંપી દીધી. પંચે કેન્દ્રીય કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેંશનમાં કુલ મળીને 23.55 ટકાનો વધારો કરવાની ભલામણ કરી છે. 99 લાખ લોકોને આનો ફાયદો સાતમા વેતન પંચની ભલામણ હેઠ્ળ મૂળ વેતનમાં 16% અને પેંશનમાં 24% વધારો કરવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રીય નોકરીઓમાં ન્યૂનતમ વેતન 18000 રૂપિયા અને વધુમાં વધુ 2.5 લાખ રૂપિયા દર મહિને કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવશે.  
કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ માટે વન રેન્‍ક વન પેન્‍શનની ભલામણ કરવામાં આવી છે. બાવન ભથ્‍થાઓને નાબુદ કરવાની વાત કરવામાં આવી છે. જ્‍યારે સંરક્ષણ જવાનો માટે 36 ભથ્‍થાઓને મર્જ કરવામાં આવશે.  જસ્‍ટીસ માથુરે કહ્યું છે કે,  સાતમા વેતન પંચનો 900 પાનાનો અહેવાલ રજુ કરવામાં અઆવી ચુક્‍યો છે. તમામ પક્ષોને સાંભળવામાં આવી ચુક્‍યા છે. લોકોની તકલીફોને પણ ધ્‍યાનમાં લેવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2016-17માં કુલ નાણાંકીય અસર 1,02,100 કરોડ રૂપિયાની થશે, જે જીડીપીના 0.65 ટકા છે. પે કમિશનના અહેવાલને પહેલી જાન્‍યુઆરી 2016થી અમલી કરાશે.અહેવાલ 20મી નવેમ્‍બરના દિવસે સુપ્રત કરવામાં આવશે તેને લઈને પહેલાથી જ ચર્ચા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2014માં આની રચના કરવામાં આવી હતી. સાથે સાથે 18 મહિનાની અંદર અહેવાલ આપવા માટે તેને કહેવામાં આવ્‍યુ હતુ. જો કે ઓગષ્ટમાં સરકારે ડિસેમ્‍બર સુધી અહેવાલ આપવા માટે પેનલને ચાર  મહિનાની વધારે મહેતલ આપી દીધી હતી. વેતન પંચ દ્વારા કેટલીક મોટી ભલામણ કરવામાં આવી છે. જેથી ગ્રુપ એ ર્સવિસના તમામ અધિકારીઓને સૌથી મોટી રાહત મળી છે. સાથે સાથે પેન્‍શનરોને પણ મોટી રાહત મળી શકે છે. પેન્‍શનરો છેલ્લા કેટલાક સમયથી આને લઇને રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની ઉત્‍સુકતાનો અંત આવનાર છે. વેતન પંચની ભલામણ આવ્‍યાબાદ સરકાર આમાંથી કેટલાક ફેરફાર કરી શકે છે. જો કે તે યથાવત ભલામણને રાખે તેવી શક્‍યતા ઓછી છે. પ્રવર્તમાન સ્‍થિતીમાં વેતન પંચની ભલામણ ઉપયોગી છે. કારણ કે મોંધવારીને કારણે સામાન્‍ય લોકો પરેશાન થયેલા છે. આવી સ્‍થિતીમાં પગારમાં પગારો રાહત લઇને આવશે. 
કઈ-કઈ ભલામણ થઈ
   ¨    સાતમા વેતન પંચનો અહેવાલ અરૂણ જેટલીને સુપ્રત
   ¨    પગારમાં 16 ટકા, ભથ્‍થામાં 63 ટકા અને પેન્‍શનમાં 24 ટકાનો વધારો કરવા ભલામણ
   ¨    લધુત્તમ પગાર 18 હજાર અને લધુત્તમ વધારો 3  ટકાનો રાખવાની ભલામણ
   ¨    મહત્તમ પગાર 225000  રહેશે
   ¨    ભલામણોથી કેન્‍દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 54 લાખ પેન્‍શનરોને ફાયદો
   ¨    52 ભથ્‍થાઓને નાબુદ કરાશે અને ડિફેન્‍સ કર્મચારી માટે 36 ભથ્‍થાઓ મર્જ કરાશે
   ¨    900 પાનાનો અહેવાલ સુપ્રત કરાયો
   ¨    વેતન પંચનો અહેવાલ પહેલી જાન્‍યુઆરી 2016 થી અમલી થશે

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon