ગરીબી અને અનાજની કમીને દૂર કરવા માટે રોજ કરો આ કામ

ગરીબી અને અનાજની કમીને દૂર કરવા માટે રોજ કરો આ કામ

ગરીબી અને અનાજની કમીને દૂર કરવા માટે રોજ કરો આ કામ

કેટલાક એવા જ્યોતિષીય ઉપાય કરી શકાય છે જેનાથી કુંડળીના દોષ, ગરીબી અને અનાજની કમીને દૂર કરી ઘરમાં 
સુખ સમૃદ્ધિનુ આગમન થાય છે. 
-ઘરની ગરીબીને દૂર કરવા માટે ગૃહિણી જ્યારે સવારના સમયે રોટલી બનાવવાની શરૂઆત કરે તો પહેલી રોટલી 
બનાવીને તેના ચાર બરાબર ટુકડા કરી લો. પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો કાળા કૂતરાને, ત્રીજો ટુકડો કાગડાને 
અને છેલ્લો ટુકડો ઘરની પાસે કોઈ ચારરસ્તા પર પરિવારના કોઈપણ સભ્ય મુકી આવે. 
- શનિ રાહુ અને કેતુના દોષ દૂર કરવા માટે રાત્રે બનનારી છેલ્લી રોટલી પર સરસિયાનુ તેલ લગાવીને કાળા 
કૂતરાને ખવડાવો. કાળો કૂતરો ન મળે તો કોઈ અન્ય કૂતરાને રોટલી ખવડાવી દો. 
- રોજ કોઈપણ ગરીબ વ્યક્તિને ખાવાનુ ખવડાવો. આવુ કરવાથી તમારા ઘરમાં અન્નપૂર્ણાની કૃપા કાયમ રહે છે. 
નાનો બાળક જમતો ન હોય તો કરો આ ઉપાય 
ઘરમાં કોઈ નાનુ બાળક છે અને તે વ્યવસ્થિત રીતે જમતુ નથી તો એક રોટલી પર થોડો ગોળ મુકો અને આ રોટલીને બાળકના ઉપરથી 11 કે 21 વાર ઉતારી લો.  ત્યારબાદ આ રોટલી કોઈ કૂતરાને ખવડાવી દો.  આ ઉપાય  
કરવાથી બાળક પરથી ખરાબ નજરની અસર ખત્મ થઈ જશે અને તે ફરીથી વ્યવસ્થિત જમવાનું શરૂ કરી દેશે. 
અમાસના દિવસે કરો આ ઉપાય 
દરેક અમાસ પર ચોખાની ખીર બનાવો અને રોટલીના નાના-નાના ટુકડા ખીરમાં નાખી દો. ત્યારબાદ રોટલી અને ખીરને કાગડા માટે ઘરની અગાશી પર મુકી દો. આ ઉપાયથી ઘર પર પિત્તર દેવતાઓની વિશેષ કૃપા રહે છે. પિતર દેવતાની કૃપાથી જ સુખ-સમૃદ્ધિ મળે છે.  

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon