રાજ્યની 6 મ.ન.પા.માં પ્રચાર-પડઘમ આજે શાંત

રાજ્યની 6 મ.ન.પા.માં પ્રચાર-પડઘમ આજે શાંત

ગુજરાત રાજ્યની છ મ.ન.પા. પૈકીની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની 572 બેઠકો માટે તા.22ની રવિવારે મતદાન યોજાનાર છે. તે પૂર્વના 48 કલાકે પ્રચાર-પડઘમ શાંત થઈ જશે અને પ્રચાર-પડઘમને શાંતિ બાદ ખાનગી રાહે પ્રચાર-પ્રસાર હાથ ધરવામાં આવશે.
 
રાજ્યની છ મ.ન.પા.ની 572 બેઠકો માટે 12616 મતદાન મથકો પર મતદાન યોજાશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ કરવામાં આવેલા નવા સીમાંકન મુજબની આ ચૂંટણીમાં એક વોર્ડ ચાર કાઉન્સીલર 50 ટકા મહિલા અનામત, ઈ-વોટીંગ જેવા મુદાઓને લઈને રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણી કરાવી રહ્યું છે. નોટાના ઉપયોગ સાથે યોજાનારી આ ચૂંટણી રાજકીય પક્ષો માટે કેટકેટલાય પડકારો લઈને આવી છે.
 
આજે (શુક્રવારે) તા.20મીએ પ્રચાર-પડઘમ સાંજે પાંચ વાગ્યે શાંત થશે ત્યારબાદ રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર ગ્રુપ મિટીંગો, જ્ઞાતિ સંમેલનો સહિતના પ્રચાર ચાલુ રહેશે.
 
ખાનગી રીતે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવશે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા છ મ.ન.પા.માં ન્યાયીક વાતાવરણમાં ચૂંટણી યોજવા નિરીક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે જે તમામ ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખશે.
 
તા.22મીના મતદાન પૂર્વે છ મ.ન.પા.ની 572 બેઠકો માટે 2091 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે આ મતદાન મથક પૈકીના સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોને અલગ પાડવામાં આવ્યા છે. જયાં વધારાની પેરા મિલ્ટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવશે. આ તમામ મથકો પર વિડીયો શુટીંગ હાથ ધરવામાં આવશે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon