વલસાડ જિલ્લામાં હંગામી ફટાકડા લાયસન્‍સ

વલસાડ જિલ્લામાં હંગામી ફટાકડા લાયસન્‍સ

વલસાડ જિલ્લામાં હંગામી ફટાકડા લાયસન્‍સ મેળવવા તા.૧૫મી સુધીમાં અરજી કરો
વલસાડ જિલ્લામાં આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને હંગામી ફટાકડાના લાયસન્‍સ મેળવવા માટે સંબંધિત વિસ્‍તારની મામલતદાર કચેરીએથી જરૂરી અરજી ફોર્મ મેળવી તેમાં જરૂરી પુરાવા સામેલ રાખી તા.૧૫મી ઓકટોબર, ૨૦૧૫ સુધીમાં પરત કરવાની રહેશે.
વલસાડમાં સી.બી. હાઇસ્‍કૂલના ગ્રાઉન્‍ડ ખાતે ૩૨ દુકાનો, પારડી સરકારી તળાવ ખાતે ૩૦, ધરમપુરની  દશેરા પાટી વિસ્‍તારની ખુલ્લી જમીનમાં ૧૫, વાપી નગરપાલિકા કચેરીના કમ્‍પાઉન્‍ડમાં ૨૧, વાપી અંબાજી મંદિર પાસે ખુલ્લા પ્‍લોટમાં ૫૮ જ્‍યારો ઉમરગામમાં ૧૫ દુકાનો માટે લાયસન્‍સ આપવામાં આવશે. આ સિવાયના કોઇ વિસ્‍તાર માટે હંગામી ફટાકડા લાયસન્‍સની અરજી સ્‍થળ, સલામતી તથા ગુણદોષ તેમજ સરકારની સ્‍થાયી સુચના અનુસાર તપાસી નિકાલ કરવામાં આવશે, જેમાં રહેણાંક વિસ્‍તારનો સમાવેશ કરવાનો રહેતો નથી.
આ અરજીમાં અરજદારોએ આ મુજબની વિગતો સામેલ રાખવાની રહેશે. ૧. અરજી એક નકલમાં કરવી(કોર્ટ ફી રૂા. ૩ સાથે) ૨. લાયસન્‍સ ફી રૂા. ૫૦૦/- તથા સ્‍ક્રુટીની ફી રૂા. ૫૦૦/- મળી કુલ રૂા. ૧૦૦૦/- ‘‘૦૦૭૦ અધર એડમીનીસ્‍ટ્રેટીવ સર્વિસીસ, રીસીપ્‍ટ અન્‍ડર એકસ્‍પ્‍લોઝીવ એકટ'' સદરે જમા કરાવી અરજી સાથે મૂળ ચલણ રજૂ કરવાનું રહેશે. ૩. કુટુંબના એક વ્‍યકિતના નામે કાયમી લાયસન્‍સ હોય તો તેઓ બીજા વ્‍યકિત માટે અરજી કરી શકશે નહીં, કુટુંબની કોઇ વ્‍યકિત ફટાકડા લાયસન્‍સ ધરાવતા ન હોવાનો એકરાર રજૂ કરવો. ૪. અરજી સાથે નગરપાલિકા/  ગ્રામપંચાયત/ નોટીફાઇડ અધિકારીની સંમતિ તથા સ્‍થળ સ્‍થિતિનો અધિકૃત નકશો હોવો જરૂરી છે. ૫. હંગામી સ્‍ટોલના સ્‍થળે ફાયર એકસ્‍ટીંગ્‍યુસર મુકવાનું રહેશે. તેમજ આગની સામે રક્ષણ માટે પૂરતી વ્‍યવસ્‍થા કરવાની રહેશે. ૬. દુકાનનો સ્‍ટોલ ઓછામાં ઓછો ૯ ચો. મી. નો હોવો જોઇએ. ૭. સ્‍ટોલના આગળ- પાછળ દરવાજો ફરજીયાત રાખવાનો રહેશે. ૮. અરજીમાં અરજદારના રહેઠાણના પુરાવા, નાણાંકીય આયોજન વિગતો, ઇન્‍કમટેક્ષ/સેલ્‍સટેક્ષ ભરતા હોય તો તેની વિગતો રજૂ કરવાની રહેશે. ૯. દુકાનમાં આગ/અકસ્‍માતના બનાવો ન બને તે સંદર્ભે હંગામી વીમાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ૧૦. અરજી સાથે અરજદારની હાલની પ્રવૃતિની વિગતો રજૂ કરવાની રહેશે. ૧૧. વર્ષ ૨૦૧૪માં ફટાકડાનો વેપાર કર્યો હોય તો જેટલા જથ્‍થાનો વેપાર કરેલ હોય તેટલા જથ્‍થાના આવક-જાવકના હિસાબોની નકલ તથા હંગામી ફટાકડા પરવાનાની નકલ રજૂ કરવાની રહેશે. ૧૨.અરજદારની સામે ગુનો નોંધાયેલ નથી તે મુજબનો સ્‍થાનિક પોલીસ અમલદારનો દાખલો રજૂ કરવાનો રહેશે. ૧૪.અરજી સાથે જરૂરી ના - વાંધા પ્રમાણપત્રો પણ સામેલ કરવાના રહેશે.
          પ્‍લોટની સંખ્‍યા કરતા અરજીઓ વધારે સંખ્‍યામાં હશે તો વહેલા તે પહેલાના ધોરણે અરજીની ગુણવત્તા, અનુભવના આધારે હંગામી પરવાનો મંજૂર કરવામાં આવશે જે અંગે કોઇ તકરાર કરી શકાશે નહીં, એમ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ વલસાડ દ્વારા જણાવાયું છે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon