મહેસાણા ખાતે લશ્કરી
ભરતી મેળો યોજાશેઃઓનલાઇન રજિસ્ટ્રેશન
કરી શકાશે
મહેસાણાના પોલીસ હેડક્વાર્ટસ ખાતે તા.૧૩ અને ૧૪મી
ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ લશ્કરી ભરતી મેળો યોજાનાર છે. આ
ભરતીમેળામાં ભાગ લેવા માટે વેબસાઇટ www.joinindianarmy.nic.in ઉપર તા.૯મી ઓક્ટોબર, ૨૦૧૫ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઇન
રજિસ્ટ્રેશન કર્યા બાદ એડમીટ કાર્ડની પ્રિન્ટ લેવાની રહેશે. આ એડમીટ કાર્ડ તેમજ
તેમાં દર્શાવેલ તારીખ, સ્થળ અને સમયે જરૂરી તમામ
અસલ દસ્તાવેજો તેમજ ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
print this post
0 comments