કપરાડા, વાપી અને મોટાપોંઢા ખાતે નામનોંધણી કરાશે

કપરાડા, વાપી અને મોટાપોંઢા ખાતે નામનોંધણી કરાશે

રોજગાર કચેરી દ્વારા કપરાડા, વાપી અને મોટાપોંઢા ખાતે નામનોંધણી કરાશે
(વલસાડ માહિતી બ્‍યૂરો): વલસાડઃ તાઃ ૦૬: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની રોજગાર કચેરી દ્વારા તા.૮/૧૦/૨૦૧૫ના રોજ તાલુકા પંચાયત કચેરી-કપરાડા, તા.૧૫/૧૦/૨૦૧૫ના રોજ વી.આઇ.એ. હોલ-વાપી અને તા.૨૩/૧૦/૨૦૧૫ના રોજ ગ્રામ પંચાયત કચેરી, મોટાપોંઢા ખાતે ઉપસ્‍થિત રહી સંબંધિત તાલુકાના નોકરીવાંચ્‍છુ ઉમેદવારોની નામ નોંધણી, રીન્‍યુઅલ તથા વ્‍યવસાય માર્ગદર્શન અંગેની કામગીરી કરવામાં આવનાર છે. જેથી સંબંધિત વિસ્‍તારના ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્ર તથા પ્રમાણિત નકલ અને તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ સાથે ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. 

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon