નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા માં કારોબારી સમિતિ પોતે સરકાર છે એવુ માની બેઠી જે ઠરાવ પાસ કરે એ કાયદો જ બની જાય છે આજ સુધી આમ નાગરિકો ને એનો હવાલો આપવામાં આવતો હતો કે કારોબારી સમોતિ નો ઠરાવ થયેલ છે પણ આજે નવસારી જિલ્લાના જાંબાજ કલેક્ટર શ્રી શ્રીમતી રેમ્યા મોહન જી બીલીમોરા ના ચુંટાયેલા સભ્યો ની અરજી ઉપર કાયદેસર ચલાવી હાઈકોર્ટ અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ના કાયદાઓ ના પાલન કાયદેસર કરાવી એક મહત્વપૂર્ણ ચુકાદો આપેલ છે જેથી આજે નવસારી જિલ્લાના રાજકીય નેતાઓ નગરપાલિકાઓ ના કારોબારી સભ્યો અને બિલડરો ભુ માફિઆઓ માં હલચલ જોવા મળે છે . આજ સુધી આંગણા ઉપર ગણી શકાય એવા કારોબારીઓ પોતે જે પાસ કરે એ જ કાયદા બને છે અને બનતુ પણ હતુ હવે એ એકજ હુકમ માં તહસ નહસ થવા પામ્યો છે. અને સદર હુકમ માં આમ નાગરિકો માં ખુશીના માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના જાંબાજ કલેક્ટરશ્રી કાયદાનુ રાજ કેવી રીતે ચાલશે એ હુકમ માં સ્પષ્ટ જોવા મળી રહે છે. હવે આ હુક્મ નો પાલન અને ભવિષ્ય માં કારોબારી ની સમિતિ માટે એક સબક સાથે અધિકારીઓ ચેતીની ચાલશે કે કેમ ? નવસારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન (આઈ.એ.એસ.) નો હુકમ ની ઝેરોક્ષ નકલો માં સ્પષ્ટ જોઈ શકાય છે.
print this post
0 comments