આજે નવસારી જિલ્લામાં
ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામોની હાટડીઓ જોવા મળી રહી છે.જેથી આજે શહેર હોય કે ગામડુ
ગમે તેમ મોટા ભાગના બિલ્ડરો દ્વારા રાજકીય પક્ષો અને ભ્રષ્ટ લાલચુ અધિકારીઓના મેળાપીપળાથી કામોને અંજામ
આપવામાં આવે છે. આજે ઘર પોતાના લેવાનો મોટાભાગના
નાગરિકો ને એક સપનુ જોવા જેવુ છે,
નગરપાલિકાઓમાં આજ સુધી આવેલ મોટા ભાગના
ચિફ ઓફીસરો ફકત આજ સુધી પોત-પોતાના સ્વાર્થની પ્રધાનતા જ આપી જન-જીવન ને નુકશાન
કરેલ હોય એવુ પ્રતીત થાય છે.એવા સમયે નવસારી જીલ્લામાં જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર
શ્રી સંજય સોનીની નિમણુંક થયેલ છે.અને શ્રી સોની
આજ સુધી ગાંધી બાપુના આપેલ માર્ગ ઉપર ચાલનારા હોવાથી એક પણ ગેરકાયદેસર બાંધકામ હોય કે રસ્તાઓ કે અન્ય કોઈ પણ જગ્યા પોતાની કલમ થી
ટપકો પણ મુકવા કોઈ પણ સંજોગે તૈયાર નથી જેના માટે અહિંના પ્રસિદ્ધ પોતાના જાગીરદાર
કહેવાતા પ્રશંશનીય ,અગ્રણીયો જેવા મહાન શબ્દોથી આજ સુધી સંબોધિત થતા મહાનુભાવો એડી
ચોટીનો જોર લગાવી દરેક પ્રકારથી શામ દામ
દંડ અને ભેદ દ્વારા અજમાઈસ કરતા કોઈ પણ પ્રકારે
કામ ન થતા બિલ્ડરો માં નિરાશા જોવા મળતી હતી અને એજ સમયે નવસારી જિલ્લામાં
કલેક્ટરશ્રી શ્રીમતી રેમ્યા મોહનજીનો ગેરકાયદેસર બાંધાકામો ને કાયદા મુજબ જ ચાલવા
માટે ચુકાદા આપી એક એતિહાસિક ચુકાદો કાયદા મુજબ અને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ
સાથે જિલ્લા કલેક્ટરશ્રીને મળેલ સત્તાનો સદુપયોગ કરી નવસારી જિલ્લા માં પહેલી વાર
બીલીમોરાના ચીફ ઓફિસર અને અરજદારોની અરજી માં આપેલ છે.
હુકમ માં સ્પષ્ટ જણાવેલ છે કે
સરકારશ્રીના હુકમ મુજબ જ કામ થશે ત્યારે જ અકારણી કરવાનો રહેશે. જાણકારોના મંતબ્ય
મુજબ નવસારી જિલ્લામાં એ કાયદાનુ પાલન કરવામાં કાયદેસર આવે તો મોટા ભાગની
બિલ્ડિંગો માં ભાગીદાર અધિકારીઓ નેતાઓ અને સફેદ વસ્ત્ર ધારણ કરનારાઓ થી સરકારનો
ઘણો ફાયદા થઈ શકે અને અહિં નવસારી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી બિલ્ડરો ની હાટડીઓ
બંદ થઈ જાય.અગાઉ પણ બિલડરો જમીન માફિઆઓ સાથે મોટા ભાગ ના જાહેર રસ્તા બનાવનાર ઉપર
આઈટીના દરોડા પડયા હતા અને મોટુ કોભાંડ બહાર પડેલ હતા.
જાણવા જેવુ એ છે કે નવસારી
જિલ્લામાં દરેક ગેરકાયદેસર બાંધકામ ને તપાસ કરવા માટે મોટી-મોટી ડિગ્રી અને દુનિયાભરની
સુવિધાઓ અને મોટી રકમ ધરાવનાર અધિકારીઓ ને શા માટે મુકવામાં આવેલ છે ? અહિં ના અધિકારીઓને
શાની પગાર આપવામાં આવે છે ? સુવિધાઓ થી સુસજ્જિત અધિકારીઓ શું કરતા હતા ? અહિં
નવસારી જિલ્લાના કર્મચારીઓ/અધિકારીઓ કોઈ ની અરજીની રાહ શા માટે જોઈ રહ્યા છે
?ગેરકાયદેસર એરકંડીશનની કચેરી છોડાવા માટે જવાબદાર કૌણ છે ? અહિં ના ભ્રસ્ટ
અધિકારીઓ ને સરકાર પોશી કેમ બદનામી કરાવી રહી છે ? કોઈ જવાબદાર અધિકારી પોતાની સત્તાનો
ઉપયોગ કેમ કરતો નથી ? જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર શ્રી સંજય સોની એકલા જવાબદાર કેવી
રીતે થાય છે? અગાઉના અધિકારી અને તપાસ કરનાર અધિકારીઓ ઉપર કોઈ જવાબદારી કેમ
નથી આવતી ? જાણકારો ના મંતબ્ય મુજબ કોઈ પણ કામ ગરીબ નાગરિક કરે ત્યારે તરતજ તોડી પાડવામાં આવે છે અને અન્ય ને
આ કાયદા લાગુ પડતો નથી. સમય પરિવર્તનશીલ છે હવે નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારી બિન
અધિકૃત કામો માટે કાયદેસર તપાસ કરી એને લગતી તમામ કાર્યવાહી કરી આમ નાગરિકો ના
ભવિષ્ય માટે કોઈ પણ જાતની છેતરપિંડી ના થાય એ આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે.
print this post
0 comments