ગુજરાત રાજ્યના જિલ્લા સુરત તાપી ભરૂચ વલસાડ મા મુખ્ય સમાચાર

ગુજરાત રાજ્યના જિલ્લા સુરત તાપી ભરૂચ વલસાડ મા મુખ્ય સમાચાર



વાહન ખરીદનાર નાગરિકોએ લોજીસ્‍ટીક/પરચૂરણ હેન્‍ડલીગ ચાર્જના નામે વધારાની રકમ ચૂકવવી નહીઃ
ડીલર્સ વિક્રેતાઓએ મેન્‍યુફેકચરર્સ દ્વારા માન્‍ય ન હોય તેવી વધારાની રકમ વસુલ કરવી નહીઃ
અન્‍યથા ઈન્‍સ્‍પેકશનની સત્તા રદ કરવા સુધીના પગલા લેવામાં આવશેઃ
સૂરતઃવાહન વ્‍યવહાર કમિશનરશ્રીની કચેરી ગુજરાત રાજય ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્‍યાનુસાર તમામ મોટરીગ પલ્‍બીકને જણાવવામાં આવે છે કે, ગુજરાત રાજયમાં મોટા પ્રમાણમાં મોટર વાહન ડીલર્સ વિક્રેતા દ્વારા ગ્રાહકો પાસેથી લોજીસ્‍ટીક/હેન્‍ડલીંગ જેવા ચાર્જીસને નામે વધારાની રકમ લેવામાં આવે છે.  આવા ડીલર્સને ચેતવણી આપવામાં આવે છે કે, મેન્‍યુફેકચરર્સ દ્વારા માન્‍ય ન હોય તેવી વધારાની રકમ ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવશે તો તે ટ્રેડ સર્ટીફીકેટની શરતો અને સે્‌ફ રજીસ્‍ટ્રેશનની સત્તાનો ભંગ કર્યો ગણાશે.
ગુજરાત રાજયના આવા ડીલર્સએ સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ્‍સ એકટ, ૧૯૮૮ સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ્‍સ રૂલ્‍સ ૧૯૮૯ અને ગુજરાત મોટર વ્‍હીકલ્‍સ રૂલ્‍સ, ૧૯૮૯ની મર્યાદામાં ટ્રેડ સર્ટીફીકેટરની શરતોનો પૂર્ણ અમલ કર્યાની ખાત્રી આપવાની રહેશે.
દરેક ડિલર નિયમો અને શરતોનું પાલન કરવા બંધાયેલા છે જેનો અમલ ન કર્યેથી ટ્રેડ સર્ટીફીકેટ પર ખેંચવા, ડીલર લેવલ ઈન્‍સ્‍પેકશનની સત્તા રદ કરવા તેમજ કાયદાથી માન્‍ય યોગ્‍ય આર્થિક દંડ વસુલવા જેવા પગલા લેવામાં આવશે.
જેથી વાહન ખરીદનાર દરેક નાગરિકને કહેવામાં આવે છે કે, લોજીસ્‍ટીક/પરચૂરણ હેન્‍ડલીંગ ચાર્જના નામે કોઈ વધારાની રકમ ચૂકવવી નહી. તેમ સુરતની પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.
આર્મીમાં જોડાવા ઈચ્‍છનાર યુવાનો માટે સંરક્ષણ નિવાસી તાલીમ'નું આયોજનઃ
યુવાનોને ૩૦ દિવસની તાલીમ આપવામાં આવશેઃ
સૂરતઃ રાજયના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્‍કરી દળો/પોલીસ ફોર્સમાં જોડાઈ શકે તે માટે ઉમેદવારોને પૂર્વે શારીરિક અને માનસિક ક્ષમતા કસોટી માટે ૩૦ દિવસ (૧૨૦ કલાક)ની  સંરક્ષણ નિવાસી તાલીમ યોજનાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ લશ્‍કરી પૂર્વ ભરતી નિવાસી તાલીમવર્ગમાં ધો.૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્‍સમાંથી કોઈપણ પ્રવાહમાં પાસ અને ૧૭.૫૦ થી ૨૨ વર્ષ વચ્‍ચેની તથા ૧૬૭ સે.મી. ઉચાઈ ધરાવતા પુરુષ અપરણિત ઉમેદવારો જોડાઈ શકે છે.
૧૬૦૦ મીટરની દોડ વધુમાં વધુ ૬ મીનીટ ૧૦ સેકન્‍ડમાં પુરી કરવાની રહેશે.
તાલીમમાં  જોડાવા માટે ઉમેદવારોએ તા.૩૦/૯/૨૦૧૫ સુધીમાં કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, સી-૫, બહુમાળી, નાનપુરા સુરતનો સંપર્ક સાધવાનો રહેશે.
ઉમરપાડા તાલુકાકક્ષાનો લોકસંવાદસેતુ ૯મીએ યોજાશેઃ
અરજદારો પોતાની અરજી મોકલી આપવીઃ
સૂરતઃ ઉમરપાડા તાલુકાકક્ષાનો લોકસંવાદસેતું આગામી તા.૯/૧૦/૧૫ના રોજ સવારે ૧૧.૦૦ વાગે યોજાનાર છે. અરજદારોએ સરકારી કચેરીઓમાં પોતાના તાલુકા/જિલ્લામાં પડતર પ્રશ્‍નો હોય તેમજ મહેસુલી કચેરીમાં હક્કપત્રકની નોંધ વારસાઈ સંબધી રજુઆત, નિરાકરણ માટે આ સંવાદસેતુમાં ભાગ લઈ શકે છે. અરજદારોએ પ્રશ્‍ન સંબંધી અરજીઓ તા.૩/૧૦/૧૫ સુધીમાં મામલતદાર કચેરી ઉમરપાડામાં ખાતે મોકલી આપવાની રહેશે.  એક વ્‍યકિત વધુમાં વધુ બે પ્રશ્‍નો રજુ કરી શકશે. આ સેતુંમાં સેવા વિષયક, નિતિ વિષયક, કોર્ટમાં પડતર હોય તેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી.
સુરત ડાયમંડ એસોસીયેશનની ગર્લ્‍સ શાળાનું ગૌરવઃ
સૂરતઃ યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારી બનાસકાંઠા દ્વારા સંચાલિત ઓગડ વિદ્યામંદિર મુ.થરા ખાતે ગત તા.૧૨મીના રોજ શાળાકીય રાજયકક્ષાની અન્‍ડર ૧૭/૧૯ જીત કયુન ડો સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સુરત ડાયમંડ એ.ની ગર્લ્‍સ શાળાના ખેલાડીઓમાં કોરાટ દ્રષ્‍ટિએ ગોલ્‍ડ મેડલ, માંગરોળીયા દશીએ સિલ્‍વર મેડલ, રૂપારેલીયા અર્ચિતાએ તથા માંગરોલીયાએ સ્‍પર્ધક તરીકે શાળાનું નામ ગૌરવ વધાર્યું છે.
સવારે ૭.૦૦ વાગ્‍યા પહેલા તથા રાત્રિના ૯.૦૦ વાગ્‍યા પછી ટયુશન કલાસીસ શરૂ કરવા પર પ્રતિબંધઃ
સૂરતઃ સૂરત શહેરના પોલિસ કમિશનર શ્રી રાકેશ અસ્‍થાનાએ એક જાહેરનામા દ્વારા  તા.૨૧/૧૧/૨૦૧૫ સુધી જાહેર સલામતી તેમજ વિદ્યાર્થીઓના હિતને ધ્‍યાનમાં રાખતા સુરત શહેરના પોલીસ કમિશ્‍નરેટના સમગ્ર વિસ્‍તારમાં સવારે ૭.૦૦ વાગ્‍યા પહેલા તથા રાત્રિના ૯.૦૦ વાગ્‍યા બાદ શૈક્ષણિક ટયુશન કલાસીસ/વ્‍યકિતગત ખાનગી ટયુશન શરૂ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
સરકારી કચેરીઓમાં આવી જાહેર જનતાને ગેરમાર્ગે દોરનારી અનઅધિકૃત વ્‍યક્‍તિઓ/ટોળકીઓના પ્રવેશ પર પ્રતિબંધ
સૂરતઃ ગુરુવારઃ- શહેર પોલીસ કમિશનર શ્રીએ એક જાહેરનામાં દ્વારા જણાવ્‍યું છે કે, સૂરત શહેર પોલીસ કમિશ્‍નરેટના કાર્યક્ષેત્રમાં આવતી જિલ્લા કલેક્‍ટર કચેરી, જિલ્લા ન્‍યાયાલય, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી બિલ્ડિગમાં આવેલી સરકારી કચેરીઓ, જિલ્લા સેવા સદન-૨, મહાનગર પાલિકાની કચેરીઓ અને ઝોન ઓફિસો, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્‍યાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્‍ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્‍યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્‍યક્‍તિઓ, કે વ્‍યક્‍તિઓની ટોળી આ કચેરીઓમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામાનો અમલ તા. ૧૭/૧૧/૨૦૧૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા વ્‍યક્‍તિઓ શિક્ષાને પાત્ર થશે.
પ્રાઇવેટ સેક્‍ટરના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્‍ટેશનમાં આપવીઃ
સૂરતઃ ભૂતકાળના બનાવોને ધ્‍યાને લઈ શહેરમાં શાંતી અને સલામતી જળવાઇ રહે  તે માટે જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રકાશ એન.મકવાણાએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલા તમામ કારખાનેદારો, મકાન, બાંધકામ બીલ્‍ડર્સ, ટેક્ષટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તથા અન્‍ય ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલીકો/ મેનેજમેન્‍ટ સ્‍ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર હોય તેવા અને હવે પછી કામ પર રાખવાના છે તેવા કાયમી, હંગામી, રોંજીદા કે કોન્‍ટ્રાકટના કર્મચારી/ કારીગરો, મજુરોના નામ, સરનામા સાથેની સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્‍ટેશનને આપવાની રહેશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૧૫ સુધી અમલમાં રહેશે. અન્‍યથા હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
વિદેશીઓને મિલકત ભાડે આપો તો ૨૪ કલાકમાં પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવીઃ
સૂરતઃ સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજસ્‍ટ્રેટશ્રી પ્રકાશ એન.મકવાણાએ એક જાહેરનામા દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્‍ટ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી આપે ત્‍યારે  તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવાનો હુકમ કર્યો છે. જે અંતર્ગત હોટલ,લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્‍યારે તેના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્‍યા અંગેની ડીટેઈલ કોપી સહીતની લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસીડેન્‍સીયલ પરમીટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા, ટેલીફોન સહીતના નક્કર પુરાવા મેળવવા. સુરત શહેરમાં કઇ જગ્‍યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્‍પદ હિલચાલ જણાયેથી તાત્‍કાલિક પોલીસને જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્‍યવસ્‍થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્‍ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્‍ટ્રેશન નંબર, રજીસ્‍ટરમાં નોધવાનો રહેશે. જે પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજીસ્‍ટરમાં નોધ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૧૫/૧૧/૨૦૧૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
ખાનગી સિક્‍યુરીટી કંપનીના સંચાલકો કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત પોલીસ સ્‍ટેશનમાં આપેઃ-સૂરતઃ સૂરત જિલ્લામાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે ખાનગી સિક્‍યુરીટીના સંચાલકો માટે સૂરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રકાશ મકવાણાએ એક એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં પ્રમાણે સૂરત જિલ્લાના કમિશનરેટ વિસ્‍તારમાં ખાનગી સિક્‍યુરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનમાં આપવાની રહેશે. પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્‍સનું વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્‍ટેશન દ્વારા કરવામાં આવશે. આ સમય દરમિયાન નોટીસ મળ્‍યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્‍સ જે તે સિક્‍યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્‍ટરી વિગેરે સ્‍થળોના માલિકે રજુ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૧૫/૧૧/૨૦૧૫  સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
તા.૨૯મીએ વલસાડ ખાતે બેંક ઓફ બરોડા દ્વારા મુદ્રાલોન મેગા કેમ્‍પ યોજાશે
વલસાડઃ તાઃ ૨૪:  બેંક ઓફ બરોડા વલસાડ દ્વારા તા.૨૯મી સપ્‍ટેમ્‍બર, ૨૦૧૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે  રાજીવગાંધી હોલ, જિલ્લા પંચાયત, વલસાડ ખાતે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મુદ્રા લોન મેગા કેમ્‍પ યોજાશે. આ પ્રસંગે યોજાનાર સમારંભના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કલેક્‍ટરશ્રી રવિકુમાર અરોરા ઉપસ્‍થિત રહેશે. જ્‍યારે મુખ્‍ય અતિથિવિશેષ તરીકે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ કે. પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી રમણભાઇ એન.પાટકર, શ્રી ઇશ્વરભાઇ ડી.પટેલ, શ્રી જીતુભાઇ એચ.ચૌધરી, વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.સીબ્રહ્મભટ્ટ ઉપસ્‍થિત રહેશે. આ કેમ્‍પનો સૌને લાભ લેવા બેંક ઓફ બરોડા રીજયોનલ ઓફિસના ડેપ્‍યુટી જનરલ મેનેજરશ્રી વિનીતકુમાર ડુડેજા તેમજ આસીસ્‍ટન્‍ટ જનરલ મેનેજરશ્રી જે.સી.છાબડા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.
તા.૨૮મીએ વાપી ખાતે વોલીબોલ ટેલેન્‍ટ હન્‍ટ કાર્યક્રમ યોજાશે:-વલસાડઃ તાઃ ૨૪:  સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વૉલીબોલ રમતમાં એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં આવવા માગતા ખેલાડીઓનો ટેલેન્‍ટ હન્‍ટ' કાર્યક્રમ તા.૨૮/૯/૨૦૧૫ના રોજ ઉપાસના સ્‍કૂલ કેમ્‍પસ, વાપી ખાતે બપોરે ૩-૦૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ૧૨ વર્ષની બહેનો માટે ૧૬૧ સે.મી. અને ભાઇઓ માટે ૧૬૦, ૧૩ વર્ષની બહેનો માટે ૧૬૬ સે.મી. અને ભાઇઓ માટે ૧૬૫ સે.મી., ૧૪ વર્ષની બહેનો માટે ૧૭૧ સે.મી. અને ભાઇઓ માટે ૧૭૩ સે.મી., ૧૫ વર્ષની બહેનો માટે ૧૭૩ સે.મી. અને ભાઇઓ માટે ૧૮૦ સે.મી., ૧૬ વર્ષની બહેનો માટે ૧૭૪ સે.મી. અને ભાઇઓ માટે ૧૮૬ સે.મી., ૧૭ વર્ષની બહેનો માટે ૧૭૪ સે.મી. અને ભાઇઓ માટે ૧૮૮ સે.મી. ૧૮ વર્ષની  બહેનો માટે ૧૭૫ સે.મી. અને ભાઇઓ માટે ૧૯૦ સે.મી. જ્‍યારે ૧૯ વર્ષની બહેનો માટે ૧૭૫ સે.મી. અને તેથી વધુ તેમજ ભાઇઓ માટે ૧૯૦ સે.મી. અને તેથી વધુ ઊંચાઇ જરૂરી છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, સેવાસદન-૧, ૬ ઠ્ઠા માળે, ધરમપુર રોડ, વલસાડનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૬૩૨-૨૫૪૬૦૫ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
 ૩૦ મી સપ્‍ટેમ્‍બરે વોલીબોલ રમતના ખેલાડીઓની પ્રતિભાશોધનું આયોજન:-સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ધ્‍વારા ભરૂચ ખાતે જિલ્લામાંથી ટેલેન્‍ટેડ અને વધુ ઉંચાઇ ધરાવતા વિવિધ ઉંમરના વોલીબોલ રમતના ખેલાડીઓની પ્રતિભાશોધનું આયોજન તા.૩૦/૯/૨૦૧૫ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે એમ.એ.ટી. હાઇસ્‍કુલ દહેજ બાયપાસ રોડ ખાતે રાખવામાં આવેલ છે. યોગ્‍યતા ધરાવતા વોલીબોલ રમતના ખેલાડીઓએ સ્‍થળ પર સમયસર હાજર રહેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર - ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.
૭ મી ઓક્‍ટોબરે એબીલિટી ગુજરાત અંતર્ગત મેગા મેડીકલ કેમ્‍પનું આયોજન;-ભરૂચ જિલ્લામાં જનરલ હોસ્‍પિટલ - ભરૂચ ખાતે જાહેર જનતાના લાભાર્થે તા.૭/૧૦/૨૦૧૫ ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી એબીલિટી ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત વિકલાંગતાના સર્ટીફિકેટ આપવા માટે મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માનસિક રોગ નિષ્‍ણાંત ર્ડા. હરેશ બરવાડીયા, કાન-નાક, ગળાના નિષ્‍ણાંત ર્ડા. નેહલ પટેલ, આંખના રોગોના નિષ્‍ણાંત ર્ડા. મમતા પટેલ, હાડકાંના રોગોના નિષ્‍ણાંત ર્ડા. અવિનાશ તોલાની સેવા આપનાર છે એમ મુખ્‍ય તબીબી અધિકાધિરી, સિવિલ સર્જન, જનરલ હોસ્‍પિટલ - ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.
ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાશે:;-ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રા.સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પુરવઠા અધિકારીશ્રી - ભરૂચના અધ્‍યક્ષસ્‍થાને, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સભાખંડમાં તા.૩૦/૦૯/૨૦૧૫ ના રોજ ૦૪:૦૦ કલાકે યોજાશે તેમ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.
ભારતીય સેનામાં ભરતી થવા ઓનલાઇન અરજી કરેલ ઉમેદવારો જોગ
તા. ૨૪: ભારતીય સેનામાં ભરતી થવા માટે તાપી જિલ્લાના જે યુવા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલ હોય તેઓએ તા. ૨૯/૧૦/૨૦૧૫ના રોજ પોલીસ હેડક્વાર્ટર, મહેસાણા ખાતે સવારે ૦૨:૦૦ થી ૦૫:૩૦ વાગ્યા સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ઓનલાઇન અરજી કરેલ હોય તેવા ઉમેદવારોનું એડમિટ કાર્ડ તા. ૧૪/૦૯/૨૦૧૫ પછી તેમના ઇ-મેલ આઇ.ડી ઉપર જોવા મળશે. ભરતીમેળાના કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ નિયત તારીખે જરૂરી અસલ પ્રમાણપત્ર અને ૦૩ ઝેરોક્ષ પ્રમાણિત નકલો, તાજેતરમાં પડાવેલ ૧૬ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ડોમીસાઇલ પ્રમાણપત્ર તેમજ એડમિટ કાર્ડનું પ્રિન્ટ આઉટ અવશ્ય રજૂ કરવાનું રહેશે. એડમિટ કાર્ડમાં દર્શાવેલ તારીખ સિવાયની અન્ય તારીખે માન્ય ગણાશે નહિં. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, તાપીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત રાજપુત તરફથી જણાવાયું છે. 
તાપી જિલ્લામાં લોકોના આરોગ્ય માટે હાથ ધરાયેલ વિવિધલક્ષી આરોગ્ય વિષયક કાર્યક્રમ અને યોજનાઓની સમીક્ષા કરાઇ:;-તા. ૨૪: જિલ્લા સેવાસદન, પાનવાડી-વ્યારાના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર બી.સી.પટણીની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે જિલ્લામાં હાથ ધરાયેલ લોકોના આરોગ્ય વિષયક કાર્યક્રમો અને યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર બી.સી.પટણીએ જિલ્લાના તમામ લોકોને આરોગ્ય સુખાકારીનો લાભ મળે એ માટે સઘન કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી આરોગ્યલક્ષી કાર્યક્રમો અને યોજનાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
બેઠક દરમિયાન મુખ્ય જિલ્લા ઓરોગ્ય અધિકારી ગૌરીશંકર વર્માએ માતા અને બાળ સંભાળ કાર્યક્રમ, સંસ્થાકીય પ્રસુતિ, ચિરંજીવી યોજના, બાળસખા યોજના અને અન્ય યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગરી અને મેળવેલ સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો.
વધુમાં  મા-વાત્સલ્ય યોજના અન્વયે જિલ્લામાં ૫૫૭ હેલ્થકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હોવાનું જણાવી વર્માએ મહિલા અને પુરૂષોનું ડાયાબીટીસનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સ્તન અને સર્વાઇકલ કેન્સર, હાઇપર ટેન્શન, મોઢાનું કેન્સર અન્ય કેન્સરના દર્દી મળી કુલ ૭૮ કેન્સરના દર્દીઓ સઘન સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ, તબીબો, સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, સહાયક માહિતી નિયામક એમ.વી.સંગાડા અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon