પાટીદાર સમાજની ૧૦,૦૦૦ દિકરીઓને રૂા.૨૦૦ કરોડના
બોન્ડ અર્પણ કરવાના સમારોહનો પ્રથમ તબક્કાનો કાર્યક્રમ યોજાયો.
સમસ્ત પાટીદાર સમાજ, સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દી મહોત્સવ
પ્રસંગે દક્ષિણ ગુજરાત ઝોન, સુરત દ્વારા આયોજીત વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૬માં જન્મેલી
ગુજરાતની ૧૦,૦૦૦ પાટીદાર દિકરીઓ માટે રૂા.૨૦૦ કરોડના બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ
કરવાના પ્રથમ તબક્કાનો સમારોહ સૂરતના કતારગામ વિસ્તાર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે પ.પૂ.શ્રી
મોરારીબાપુ, પ.પૂ.શ્રી રમેશભાઈ ઓઝા, બાદશાહ સુકન્યા યોજના પ્રિમિયમના દાતા પરિવારના
શ્રી લવજીભાઈ ડાલીયા(બાદશાહ), ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, માર્ગ અને
મકાનમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ રાજયમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી તેમજ સમસ્ત
પાટીદાર સમાજના શિલ્પી ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂજય સંતોએ
બેટી બચાવોના અભિયાનમાં સમાજ માટે દાન આપનારા લવજીભાઇ બાદશાહને અભિનંદન આપી
સ્ત્રીભૂણ હત્યા અટકાવવા માટે હાકલ કરી હતી.
આ વેળાએ ઉર્જામંત્રીશ્રી
સૌરભભાઈ પટેલે સમાજ માટે કામ કરતા લવજીભાઈને અભિનંદન આપતા કહ્યું હતું કે, સમાજમાં
દિકરા-દિકરીની સંખ્યાની અસમાનતાને મીટાવવા માટે ગામડે ગામડે ઘરે ઘર જઈ બેટી
બચાવોના સંદેશ લઈ જઈશું ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે. રાજય સરકારે આરોગ્યક્ષેત્રે
બજેટમાં અનેકવિધ નવી યોજનાઓ બનાવીને ગરીબ દર્દીઓને સહાય મળે તેવા પ્રયાસો કરવામાં
આવ્યા હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.
આ પ્રસંગે માર્ગ અને
મકાનમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે દિકરીઓ માટે કરોડોનું દાન આપનાર દાતા લવજીભાઈના
વિચારને અભિનંદન આપ્યા હતા. ગુજરાતમાં ઘટી રહેલી દિકરા-દિકરીની અસમાનતાના આંકડાઓ
આપીને કહ્યું કે, સૂરતમાં આ અસમાનતા ઘણી વધારે છે ત્યારે આવા પ્રોત્સાહનથકી સમગ્ર
રાષ્ટ્રના સમાજ પ્રેરણા મળશે. રાજય સરકારે પણ બેટી બચાવો અભિયાન, દિકરીઓ માટે
અનેક યોજનાઓ અમલિત કરી હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.
આ પ્રસંગે મેયર શ્રીમતિ અસ્મિતાબેન
શિરોયા, દંડકશ્રી અજયભાઈ ચોકસી, શ્રી મથુરભાઈ સવાણી, ધારાસભ્યશ્રી રાધવજીભાઈ પટેલે
પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ વેળાએ હજારોની
સંખ્યામાં પાટીદાર સમાજની દિકરીઓને પણ બોન્ડ અર્પણ કરાયા હતા ત્યારે બેટી બચાવોના નારાથી
સમગ્ર વાતાવરણ ગુજી ઉઠયું હતું.
print this post
0 comments