પેટ્રોલપંપ પર નાઇટ વિઝન વાળા સીસી ટીવી
કેમેરા લગાવવા સૂચના
રાજકોટમાં થતી
ગેરકાયદેસર પ્રવૃતિમાં વપરાતા વાહનોમાં પેટ્રોલ ભરાવવા આવતા અસામાજિક તત્વોથી
સામાન્ય નાગરિકોને થતી પરેશાની અટકાવવા રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ
ગહલૌતએ નીચે મુજબના આદેશો કર્યા છે. રાજકોટ શહેર
પોલિસ કમિશ્નર વિસ્તારમાં આવેલ તમામ પેટ્રોલ પંપ તથા ગેસ ફિસિંગ સ્ટેશનના પ્રવેશ ધ્વારો ઉપર સી.સી..ટી.વી
કેમેરા સારી ગુણવત્તા વાળા રેન્જના ગોઠવવાના રહેશે. અને (નાઇટ વિઝન તથા હાઇ
ડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે સી.સી.ટી.વી. કેમેરા પેટ્રોલ પંપનો સમગ્ર એરીયા આવરી લે તે રીતે તથા ગાડીની
નંબર પ્લેટ, ડ્રાઇવર તથા બાજુની સીટ પર બેઠેલ વ્યકિતનો ચહેરો પણ સ્પષ્ટ રીતે
જોઇ શકાય તે રીતે ગોઠવવા. આજુબાજુમાં આવેલ દુકાનો
ઉપર જો કોઇ વાહન પાર્ક કરવામાં આવેલ હોય તો તેનો પણ નંબર કેમેરા રેકોડીંગના
ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે. આ સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલીક/ ઉપ-ભોકતાઓ/
વહીવટ કર્તાઓની રહશે. પેટ્રોલ પંપ/ડીઝલ પંપો તથા ગેસ ફીલીંગ સ્ટેશન પાકીંગની જગ્યામાં
વિસ્તાર પુર્વક સી.સી.ટીવી કેમેરા રાખવા જેથી પાકીંગ વિસ્તારમાં થતી તમામ હીલચાલ
સી.સી.ટી.વી કેમેરાના કવરેજ લઇ શકાય. નવા શરૂ થતાં પેટ્રોલ પંપ/ડીઝલ પંપ/ ગેસ
ફીલીંગ સ્ટેશનો સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કર્યા બાદ જ શરૂ કરી શકાશે.
તા.૧/૦૪/૨૦૧૬ થી તા. ૩૧/૦૫/૨૦૧૬ સુધી આ આદેશો
રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રીના અધિકાર હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે, જેના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
print this post
0 comments