પોલીસ કમિશ્‍નરનું ફરમાન

પોલીસ કમિશ્‍નરનું ફરમાન

ઘરેલુ કામ કરતા શ્રમિકોની વિગતો  જાહેર
 કરવા રાજકોટના પોલીસ કમિશ્‍નરનું ફરમાન
રાજકોટ શહેરમાં બનતા વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા ગુનેગારો રહેણાંક વિસ્તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે મકાન માલિકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી મિલ્કત સબંધી તેમજ શરીર સબંધી ગંભીર ગુન્હા આચરતા હોય છે. આવા બનાવો બનતાં અટકાવવા  રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરશ્રી અનુપમસિંહ ગહલૌતએ નીચે મુજબનો હુકમ કર્યો છે.  કાન માલિકોએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્‍તારમાં મકાનો/બંગલાઓમાં કામ માટે ઘરધાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે રાખેલા હોય તો તેની માહિતી જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને આપવાની રહેશે.
આ ઉપરાંત રજુ કરવાની માહિતી સાથે મકાન માલીકનો તથા નોકરી પર રાખેલ નોકર/વોચમેનના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સાથે મકાન માલીકનું નામ તથા સરનામું, ટેલિફોન નંબર તથા મોબાઇલ નંબર, કામે રાખેલ નોકરનું પુરુ નામ તથા ઓળખ ચિન્‍હો, હાલનું પુરુ સરનામું તથા મોબાઇલ નંબર, કામે રાખેલ નોકરના મુળ વતનનું સરનામું તથા મોબાઇલ નંબર, નોકરને નોકરી પર રાખ્‍યા તારીખ, જેની ભલામણથી/ઓળખાણથી નોકરીએ રાખેલ છે ? તે સ્‍થાનિક રહીશનું પુરુ નામ, સરનામું તથા મોબાઇલ નંબર, નોકરના બે થી ત્રણ સગાસબંધીના નામ તથા સરનામા અને મોબાઇલ નંબર તથા વોચમેન હથીયાર ધરાવતાં હોય તો તેના હથીયાર લાયસન્‍સની વિગત તથા માન્‍ય એરીયા તથા રીન્‍યુ તારીખની વિગતો પણ આપવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૦૧/૦૪/૨૦૧૬ થી ૩૧/૦૫/૨૦૧૬ સુઘી રહેશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં આ હુકમ અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon