મૃતકોના વારસદારોને મુ.મંત્રીશ્રીના રાહત ફંડમાંથી
રૂ.૪.૦૦ લાખની મૃત્યુ સહાયના ચેકો એનાયત થયાઃ
સૂરતઃબુધવાર
ઃ સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ
પરમારે પૂર્ણા નદીના પુલ પરથી બસ નીચે પડવાને કારણે સર્જાયેલી ગમખ્વાર
દુર્ઘટનામાં, બારડોલી તાલુકાના મૃત્યુ પામેલા વ્યકિતઓના વારસદારોને આજે રૂ.૪.૦૦ લાખની મૃત્યુ સહાયના ચેકો વિતરણ
કરી તેઓના પરિવારોને દિલાસોજી પાઠવી હતી.
ઉલ્લેખનીય
છે કે, તાજેતરમાં ગત તા.૫મીના રોજ નવસારી
જિલ્લાના સૂપા ખાતે સર્જાયેલી
દુર્ઘટનામાં ૪૨ વ્યકિતઓના મૃત્યુ થયા હતા. આ ધટનાને પગલે માન. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી રૂ.૪.૦૦
લાખની મૃત્યુ સહાય આ કમનસીબ વ્યકિતઓના વારસદારોને ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં
, મૃત્યુ પામેલા સૂરત જિલ્લાના ૧૧ વ્યકતિઓ પૈકી બારડોલી તાલુકાના નવ, મહુવા
તાલુકા અને પલસાણા તાલુકામાંથી એક - એક વ્યકિતનો સમાવેશ થાય છે.
આ ચેક
વિતરણ વેળાએ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ ,સભ્યો સર્વશ્રી તથા બારડોલી
પ્રાંત અધિકારી શ્રી જે.જે.રાઠોડ સાથે રહયા હતા.
print this post
0 comments