એક ચ્યુઇંગ ગમ છોડાવી શકે છે સિગારેટની લત
જેને સિગરેટની લતથી છુટકારો મેળવવો હોય એમને મેડિકેટેડ ચ્યુઇંગ ગમ તરીકે એક વિકલ્પ મળવાનો છે.સિગરેટ અને ગુટકાથી મોંનું અને હૃદયનું કેન્સર થવાનું મહત્ત્વનું કારણ હોઇ ભારતમાં એનું પ્રમાણ સૌથી વધુ છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં આશરે ૧ કરોડ ૧૦ લાખ લોકો સિગરેટ પીએ છે અને ૩૨ ટકા લોકો એને કારણે મૃત્યુ પામે છે.
ભારતના બજાર માટે હાઇ ક્વોલિટીની મેડિકેટેડ ચ્યુઇંગ ગમનું ઉત્પાદન થવાનું હોઇ એને કારણે સમાજ પર થનારા તમાકુંના દુષ્પરિણામ ઘટવાની શક્યતા છે.
આ ચ્યુઇંગ ગમને લીધે ઘણા લોકોનું તમાકુનું વ્યસન છૂટવામાં મદદ થશે, એવો કંપનીને વિશ્ર્વાસ છે. તાજેતરમાં જ આ કંપનીએ ૨૦૧૪માં અસરકારક નિકોટિનવિરોધી ઉત્પાદન માટે નિકોટિન સાયન્સ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે.
print this post
0 comments