દાંત કેવી રીતે સાચવશો
સ્વચ્છ તથા મજબુત દાંત એ સારા પાચનતંત્રનો મુખ્ય દ્વાર ગણાય છે. સારા દાંત એ ફકત દેખાવ, બોલવામાં તથા સારું વાચન કરવામાં પણ અતી ઉપયોગી છે. મોઢામાં સામાન્ય રીતે બે પ્રકારના રોગ થાય છે. 1. દાંતની તકલીફ તથા 2. પેઢાની તકલીફ.
પેઢાની તકલીફમાં પેઢા ફુલી જવા, રસી તથા લોહી નીકળવા, પેઢાની પક્કડ નબળી પડી જવાથી દાંત/દાંઢ નબળા પડી જવા. મોઢામાંથી દુર્ગધ આવવી તથા ઠંડુ અને ગરમ ખાવાથી બધા દાંતમાં કવાવટ થવી આ બધી તકલીફો પેઢાના રોગની નિશાની છે.
દાંતમાં મુખ્ય પણે સડો થવાની તકલીફ રહેતી હોય છે. જે પુરી સફાઈ ન રાખવાથી અથવા દાંત પોતે જ બનવા ટાઈમે નબળો બનેલો હોય છે અથવા અમુક લોકોમાં દાંત વાકાચુકા હોવાને કારણે ખોરાક બે દાંત/દાઢ વચ્ચે સલવાયેલો રહે છે અને તેમાંથી દાંત/દાઢ સડવાનું ચાલુ થઈ જાય છે. સારા દાંતનું ઉપરનું પડ ઈનામલ તરીકે ઓળખાય છે અને તે હાડકા કરતા પણ મજબુત હોય છે. જો તેમની સારી સંભાળ રાખવામાં આવે તો તેને વર્ષો સુધી કાંઈ થતું નથી.
સડાની ઉંડાઈ પ્રમાણે સારવાર કરવામાં આવે છે જેમાં સામાન્ય ફિલીન્ગ અથવા દાંત બચાવવાની સારવાર એટલે કે દાંતના મુળીયાની સારસાર (ટ કેનાલ ટ્રીટમેન્ટ) કરવામાં આવે છે જેનાથી દાંત/દાઢ બચી જાય છે અને તેની આયુષ્ય વધી જાય છે.
જો દાંત/દાઢ કોઈપણ રીતે બચી શકે તેમ ના હોય તો તે જગ્યાએ ફિકસ બીજો દાંત નાખી શકાય છે ફિકસ દાંતમાં અલગ અલગ ઘણા વિકલ્પો હોય છે. અત્યારે લે લેખ પુરતુ આપણે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ વિષે વાત કરીશું.
ઈમ્પલાન્ટ ડેન્ટીટ્રી એટલે શું ?
ઈમ્પ્લાન્ટ ડેન્ટીસ્ટ્રી એટલે સ્ક્રૂ પધ્ધતિ દ્વારા દાંત/દાઢની ખાલી જગ્યામાં દાંતના મુળીયા જેવો જ સ્ક્રુ બેસાડવામાં આવે છે અને તેના ઉપર જ દાંત જેવા કલબ (સીરામીક)નાં દાંત બેસાડવામાં આવે છે. સ્ક્રૂ પધ્ધતિ (ઈમ્પ્લાન્ટ) દ્વારા ફીકસ દાંત/દાઢ અથવા ફીકસ ચોગઠાની સારવાર કોઈપણ દાંત/દાઢના આધાર લીધા વગર કરવામાં આવે છે.
જે લોકોમાં સામાન્ય ચોગઠું/બત્રીસી બની નથી શકતી કારણ કે, તેમના પેઢા નબળા અથવા નહિવત હોવાથી તેના માટે ઈમ્પ્લાન્ટ આશિવર્દિપ છે. સામાન્ય ચોગઠામાં બધો આધાર પેઢામાંથી લેવામાં આવે છે જયારે ઈમ્પ્લાન્ટમાં ચોકઠાનો આધાર સ્ક્રૂ ઉપરથી લેવામાં આવે છે અને પેઢાની સાથે બહ મતલબ રહેતો નથી. સ્ક્રૂવાળી બત્રીસી/ચોકઠાનું ફિટીંગ વધુ સારુ આવે છે અને એકદમ ફિકસ જેવુ વર્તન કરે છે અને બોલતી કે ચાવતી વખતે ચોકઠુ/બત્રીસી નીકળી જવાનો ભય રહેતો નથી.
સામાન્ય રીતે ફીકસ થતા દાંત અથવા દાઢમાં આજુબાજુના સારા અને મજબુત દાંતનો આધાર લેવો પડે છે જયારે ઈમ્પ્લાન્ટમાં કોઈ પણ જાતના આધારની જર પડતી નથી. જે લોકોમાં દાંત/દાઢનો આધાર ના હોય તો ઈમ્પ્લાન્ટ એકજ ફિકસ માટેનો વિકલ્પ રહે છે.
ઈમ્પ્લાન્ટના ફાયદા
* એક-એકથી વધારે અથવા બધા જ દાંત/દાંઢ નાખી શકાય છે.
* કો,પણ દાંત/દાંઢના આધાર લીધા વગર દાંત જેવા કલર (સિરામિકના દાંત/દાંઢ નાખી શકાય છે) જ્યારે સામાન્ય રીતે બનતા ફિકસ દાતમાં બે અથવા બેથી વધારે દાંત/દાંઢનો આધાર લેવો પડે છે.
* ન ફાવતા/ચોખઠા/ઢીલા પડી ગયેલ ચોખઠાને ફિકસ કરી શકાય છે) જ્યારે સામાન્ય રીતે બનતા ફિકસ દાંતમાં બે અથવા બેથી વધારે દાંત/દાંઢનો આધાર લેવો પડે છે.
* ન ફાવતા ચોગઠા/ઢીલા પડી ગયેલ ચોગઠાને ફિકસ કરી શકાય છે.
* સાદી બત્રીસીની જગ્યાએ બધા જ દાતો મોઢામાં ફિકસ થઈ શકે છે અને દેખાવ વધારે સારો લાવી શકાય છે.
* સામાન્ય રીતે બનેલા ફિકસ દાંત/દાંઢમાં બીજા બે અથવા બેથી વધારે સારા દાંત/દાંઢનો આધાર લીધેલ હોય છે જે ટાઈમ જતાં આધાર લીધેલા દાંત/દાંઢમાં સડો થવાથી અથવા અન્ય કારણોને લીધે દુ:ખાવો થઈ શકે છે. જ્યારે ઈમ્પ્લાન્ટ પધ્ધતિ દ્વારા થયેલ ફિકસ દાંત/દાંઢમાં કોઈપણ દાંત/દાંઢનો આધાર ન લેવો પડતો હોવાથી આ તકલીફ રહેતી નથી.
* ઈમ્પ્લાન્ટ પધ્ધતિમાં કોઈપણ જાતની લોહી પહોંચાડતી નસ ન આવવાથી આ પધ્ધતિ દ્વારા થયેલ દાંત/દાંઢ/બત્રીસીમાં કદાપી દુ:ખાવો થવાની શકયતા રહેતી જ નથી.
* સામાન્ય રીતે બનતી કેપ, બ્રીજ અથવા એક કે એકથી વધારે સંખ્યામાં થતા દાંત/દાંઢના ચોગઠા જે પેશન્ટમાં ફીટ ન થઈ શકતા હોય તેમના માટે ઈમ્પ્લાન્ટ સરળ અને બેસ્ટ વિકલ્પ છે.
* સામાન્ય બત્રીસીમાં આવતું તાળવું જે બોલવામાં નડે છે તથા કાઢતી તેમજ પહેરતી વખતે પેશન્ટને ઉબકા આવે છે જે ઈમ્પ્લાન્ટ દ્વારા બનાવેલા ચોખઠા/બત્રીસીમાં તાળવું ન આવવાથી આવી તકલીફો રહેતી નથી તથા બોલવામાં અવાજ સ્પષ્ટ આવે છે.
* ટાઈમ અને ઉમર પ્રમાણે પેઢા તથા જડબાના હાડકા ઓગળતા જાય છે. તે ઈમ્પ્લાન્ટ દ્વારા એકદમ રોકી શકાય છે.
* સ્ક્રુ પધ્ધતિ દ્વારા ફિકસ કરેલા દાંત/દાંઢ/બત્રીસીને કાઢવા પહેરવા પડતાં ન હોવાથી ખોરાક તેમાં સલવાય જતો નથી જેનાથી મોઢામાંથી વાસ આવતી નથી જે સામાન્ય ચોગઠામાંથી આવે છે.
print this post
0 comments