4 અસરકારક નેચરલ કંડીશનર્સ
દરેક મહિલા ઈચ્છે છે કે તેના વાળ ચમકીલા, મુલાયમ અને ગ્રોથવાળા હોય. આ માટે તે અનેક પ્રકારના ઉપાય કરે છે. છતા પણ તેમને આવા વાળ મળતા નથી. તો આવો આજે અમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશુ જેનાથી તમે સુંદર અને સ્વસ્થ વાળ મેળવી શકો છો.
આવો જાણીએ આ ઉપાય --
દહી છે એક કંડીશનર - દહી સૌથી સારુ કંડીશનર છે. આ માટે દહી અને કેટલાક ટીપા લીંબૂના મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લો. પછી તેને વાળ અને સ્કૈલ્પ પર લગાવો. અડધો કલાક પછી શેંપૂ કરી લો.
મેથીના ફાયદા - મેથી ખૂબ ગુણકારી હોય છે. મેથી એક હેયર કંડીશનિંગ પણ છે. આ માટે 1-2 ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળીને સવાર તેને વાટી લો. મેથી પેસ્ટને એક કલાક સુધી વાળમાં લગાવી રાખી મુકો પછી વાળને શૈપૂથી ધોઈ લો. આ પેસ્ટને તમે દહીમાં પણ મિક્સ કરીને લગાવી શકો છો.
દૂધ - દૂધ પણ એક સારુ કંડીશનર છે. વાળ અને સ્કૈલ્પ પર રૂની મદદથી દૂધ લગાવો. પછી 15-20 મિનિટ બાદ શૈપૂ કરી લો.
ઈંડાના ફાયદા - ઈંડા ખૂબ ફાયદાકારી હોય છે. તેને વાળમાં લગાવવાથી વાળની ગ્રોથ સારી રહે છે. સાથે જ વાળ મુલાયમ થાય છે. એક ઈંડુ અને એક લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરી લો. ઈંડાની વાસને ઓછી કરવા માટે તમે તેમા કોઈ પણ તેલ ભેળવી શકો છો. જ્યારે ઈંડુ સુકાય જાય તો લગભગ અડધો કલાક પછી શૈપૂ કરી લો.
print this post
0 comments