ગુજરાતમાં રવી ટેકાના ભાવમાં વધારો કરાયો હોવા છતાં વાવેતર વિસ્તારમાં 50 ટકા ઘટાડો...
દેશભરમાં નબળા ચોમાસાને કારણે ખરીફ બાદ રવી વાવેતર વિસ્તારમાં પણ જંગી ઘટાડો આવ્યો છે. વાવેતરને અનુકુળ હવામાન ન રહેતા ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 ટકા સુધી વાવેતર ઘટ્યું હોવાનું રાજ્ય સરકારના...
સરકારે રવી ટેકાના ભાવમાં વધારો કર્યો હોવા છતાં વાવેતરની કામગીરી અત્યંત ધીમી ચાલી રહી છે. કૃષિનિષ્ણાતોના મતે સિઝન એક મહિનો લેઇટ હોવાથી વાવેતરની કામગીરી અગાઉના વર્ષની તુલનાએ નબળી જણાય છે.... ઓછા વરસાદથી વાવેતરને ફટકો...
ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોવાથી ધાન્ય પાકોમાં ઘઉંના વાવેતરને મોટો ફટકો પડશે તેવું અંદાજાઇ રહ્યું છે. ઘઉંનું કુલ વાવેતર 12.31 લાખ હેક્ટરમાં થાય છે જે... ગતવર્ષે આ સમયમાં 1.30 લાખ હેક્ટરમાં હતું જેની સામે ચાલુ વર્ષે માત્ર 23 હજાર હેક્ટરમાં જ રહ્યું છે. ધાણામાં સારા ભાવના કારણે વાવેતર વિસ્તાર અગાઉના વર્ષ કરતા વધીને 4700 હેક્ટરને... આંબી ગયો છે....
ઘઉંનું વાવેતર ઘટવાનો અંદાજ...
કૃષિ નિષ્ણાત રમેશ ભોરણિયાના જણાવ્યા મુજબ , સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રવી વાવેતરની કામગીરી અત્યંત ધીમી છે. પાણીનો પ્રશ્ન હોવાથી ઘઉંના વાવેતર માત્ર કેનાલ તેમજ ડેમ વિસ્તારોમાં થઇ રહ્યાં છે. જ્યારે ચણા, ધાણા.અને જીરૂમાં સારા ભાવ મળવાની આશાએ વાવેતર પ્રત્યે આકર્ષાયા છે. કઠોળમાં તેજીના કારણે ચણાનો વાવેતર વિસ્તાર વધી જાય તેવું અનુમાન છે. ઉપરાંત ઓછા પાણીથી થતી ધાણાની ખેતી જુનાગઢ તેમજ અન્ય... સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ખેડૂતો પસંદગી આપી રહ્યાં છે. ઘઉંના વાવેતર વિસ્તારમાં મોટો કાપ આવશે તેવું અંદાજ છે. ...
print this post
0 comments