આજે નવસારી જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી ચર્ચાના વિષય માં ગેરકાયદેસર બાંધકામો માં ચર્ચિત થઈ પોતાના ગૌરાંવિત થઈ રહ્યા હોય એવુ આજે આમ નાગરિકો એહસાસ કરી રહ્યા છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોતે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કાયમી ધોરણે ઐસી કી તૈસી કરતા જોવા મળે છે. આજ સુધી એ પોતાની શૈક્ષણિક લાયકાત માટે આના- કાની કરી રહ્યા છે. એક માહિતી મુજબ શ્રી અધિકારી સાહેબ દર માસે આશરે એક લાખ અને પાંચ હજાર રૂપિયા વેતન સ્વરૂપે દર માસે સરકાર પાસે વસુલી કરે છે અને એના બદલે ગેરકાયદેસર બાંધકામો રસ્તાઓ શિક્ષણ આરોગ્ય જેવા મહત્વપૂર્ણ કામો માં બેદરકારી થી આજે એના થી ઘણા નુકશાન કરી રહ્યા છે જે આજે સરકાર એવા અધિકારીઓ ના કામો થી બદનામ થઈ રહી છે. આજે શિક્ષણ વિભાગ માં હોય કે આરોગ્ય અહિં અધિકારીઓ ગમે એ નુકશાન કરે આરોગ્ય ના અધિકારીઓ થી સામાન્ય થી સામાન્ય રોગના ઓપરેશન માં મૌત થતી જોવા મળે છે.પણ આજે સદર શ્રી ના પેટ ના પાણી પણ હલતુ નથી. અને સુવિધા તો એવી કે ઘરે જો કોઈ કામ હોય તો જિલ્લાના વડા હોવાથી ફરજીયાત અહિં ના અધિકારી હોય કે કર્મચારી ઉભા પગે રાત્રે એમના પોતાના કામ માટે પણ દોડતા જોવા મળે છે. સરકાર મોનવ્રત ક્યારે તોડશે એ આજે અહિં નાગરિકો રાહ જોઈ રહ્યા છે.
print this post
0 comments