GMDC ગ્રાઉન્ડ પર હાજર લોકો અને મીડિયાકર્મીઓ પર આડેધડ લાઠીચાર્જ .

GMDC ગ્રાઉન્ડ પર હાજર લોકો અને મીડિયાકર્મીઓ પર આડેધડ લાઠીચાર્જ .

અમદાવાદમાં GMDC ખાતે યોજાયેલી મહારેલી બાદ મોડી સાંજે પોલીસ દ્વારા GMDC ગ્રાઉન્ડને ઘેરી લેવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે મંજૂરી લીધા વિના આમરણ ઉપવાસ આંદોલન કરવાના બહાને GMDC ગ્રાઉન્ડ પર હાજર લોકો અને મીડિયાકર્મીઓ પર આડેધડ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.

હાર્દિકની અટકાયત બાદ પાટીદારોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો અને અમદાવાદ, મહેસાણા, સુરત, રાજકોટ, જૂનાગઢ, કડી વગેરે ગુજરાતનાં અનેક શહેરોમાં આગજની, પથ્થરમારા અને તોડફોડની ઘટનાઓ બનવા માંડી હતી. આક્રોશ અને અશાંતિનો માહોલ જોઈને પોલીસે હાર્દિકને મુક્ત કર્યો હતો, પરંતુ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પ્રસરેલી અશાંતિને કાબૂમાં લેવાની પોલીસને જાણે કોઈ પરવા જ નહોતી.

લાઠીચાર્જ દ્વારા આંદોલનને કચડવા માટે શૂરાતન બતાવનારી પોલીસ અશાંતિ અને આક્રોશ સર્જાતાં બચાવની મુદ્રામાં આવી ગઈ હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પ્રશાસન તરફથી પણ કોઈ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય એવું જણાયું નહોતું. રાજ્ય સરકારના મંત્રીઓ નીતિન પટેલ, રજની પટેલ, સાંસદ જયશ્રી પટેલ વગેરેના ઘર પર પથ્થરમારો અને આગનીના બનાવો બન્યા હોવા છતાં મોટા ભાગના મંત્રીઓ ફોન ઉપાડતાં નથી કે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. કેબિનેટ મંત્રી રમણલાલ વોરાએ સંદેશનો ફોન ઉપાડ્યો હતો, પરંતુ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે મને કંઈ ખબર નથી! તો નીતિન પટેલે જણાવ્યું હતું કે મારા કહેવાથી સ્થિતિ શાંત નહીં થાય. રજની પટેલે કહ્યું હતું કે GMDCમાં લાઠીચાર્જના આદેશ સરકાર તરફથી આપવામાં આવ્યા નહોતા. સરકાર નહીં તો કોના આદેશ માની રહી છે પોલીસ, એ સૌથી મોટો સવાલ છે. આમ, મંત્રીઓ પણ જવાબદારીથી હાથ ઊંચા કરી રહ્યા છે ત્યારે સમજાતું નથી કે ક્યાં છે પોલીસ? ક્યાં છે પ્રશાસન?

http://www.sandesh.com/article.aspx?newsid=3115934


print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon