નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો ના રાફડો જવાબદાર અધિકારીઓ અદૃશ્ય

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો ના રાફડો જવાબદાર અધિકારીઓ અદૃશ્ય

         આજે ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં દરેક સ્થળે બિન અધિકૃત બાંધકામો જોર શોર માં ચાલી રહ્યો છે.અને સરકારશ્રી દ્વારા નિમણુંક અધિકારીઓ શા માટે નિમણુંક થયેલ છે.સમઝવુ અઘરૂ થયેલ છે. અધિકારીઓ ને કયા હેતુ માટે સરકાર લાખો રૂપિયા સાથે દુનિયા ભર ની સુવિધાઓ આપે છે. એને નિયંત્રણ કરવા માટે પણ અધિકારીઓ આજે શુ કરી રહ્યા છે. આજે અદૃશ્ય છે. આજે સરકાર બદનામ થઈ રહી છે,અને નેતાઓ ચુટણી પછી ક્યા રહે છે મત લેવા માટે કરેલ વાયદો ના શું ? નાગરિકો ત્રાહિમામ થવા પામ્યો છે. આજે 90 ટકા લોકો ગ્રામ્ય વિસ્તાર માં રહે છે. અને ગ્રામ્ય વિસ્તાર માં એક સરપંચ ના હાથ માં સરકાર સત્તા કઈ રીતે આપે છે ? એ આજે કઈ રીતે દરેક નો જાણકાર અને વિદ્વાન તરતજ બની જાય છે એ આજે એક ચમત્કાર છે . અગુંઠા છાપ સરપંચ આજે ઈંજીનિયર બિલ્ડિંગ ઈંસપેક્ટર ટાઉન પ્લાનર વગેરે તમામ ડિગ્રી એક જ સાથે મેળવી લે છે.અને એ કોઈ પણ સરકારશ્રીના યોજના માટે લાગુ કરવાનો અધિકાર ધરાવે છે. તલાટી કે તાલુકા વિકાસ અધિકારી ,જિલ્લા વિકાસ અધિકારી અહિં ગ્રામ્ય વિસ્તાર માટે જમીની હકીકત માં કોઈ હોદ્દો ધરાવતો હશે એમની કોઈ જવાબદારી હશે એ એક અજુબા જેવુ છે. અહિ નવસારી જિલ્લા માં કોઈ ઈસમ ફરિયાદ કરે એની રાહ જોઈ રહ્યા હોય એવુ કાયમી ધોરણે જોવા મળે છે. હવે વિકાસ શીલ ગુજરાત માં વિકાસ ની વાતો આજે કેવી રીતે વિકાસ કરી રહી છે. એ એક અજુબા થી ઓછુ નહિ કહેવાય.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon