સરકારી કચેરીઓમાં અનધિકૃત વ્‍યક્તિઓના પ્રવેશ પર પાબંદી

સરકારી કચેરીઓમાં અનધિકૃત વ્‍યક્તિઓના પ્રવેશ પર પાબંદી

રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરશ્રીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તારમાં આવેલ પોલિસ કમિશનર કચેરી, જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી બિલ્‍ડીંગમાં આવેલ સરકારી કચેરીઓ, નાયબ પોલિસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, રાજકોટ ગ્રામ્‍ય પોલિસ અધિક્ષકશ્રીની કચેરી, પંડિત દિન દયાળ સિવિલ હોસ્‍પિટલ, રાજકોટ શહેર મહાનગરપાલિકાની કચેરી તથા ઝોન ઓફિસો, પ્રાદેશિક વાહન-વ્‍યવહાર અધિકારીની(આર.ટી.ઓ.) કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, શહેર તથા તાલુકા મામલતદાર વગેરેની કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી થાય છે તેવી સરકારી કચેરીઓમાં પોતાના કામ માટે જાહેર જનતા આવતી હોય છે ત્‍યારે અનધિકૃત વ્‍યક્તિઓ અને તેમની ટોળી કચેરીમાં આવતી જાહેર જનતા અથવા અન્‍ય અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિ કરતી હોય છે, ત્‍યારે ત્‍યાં આવી પ્રવૃત્તિ નિવારવા અનધિકૃત વ્‍યક્તિઓના પ્રવેશ પર રાજકોટ શહેર સંયુકત પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌતએ પ્રતિબંધ ફરમાવ્‍યો છે, જે તા. ૦૧/૦૪/૨૦૧૬ થી ૩૧/૦૫/૨૦૧૬ સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરશ્રીની હકૂમત  હેઠળના સમગ્ર વિસ્‍તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon