અવાજનું પ્રદૂષણ નિવારવા માટે અવાજોની ડેસિબલ માત્રા નિયત કરાઇ

અવાજનું પ્રદૂષણ નિવારવા માટે અવાજોની ડેસિબલ માત્રા નિયત કરાઇ

અવાજનું પ્રદુષણ ફેલાતુ અટકે અને જાહેર શાંતી જળવાઇ રહે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશો મુજબ નકકી કરાયેલ ધ્‍વનીની માત્રાના ધોરણોનું ચુસ્‍તપણે પાલન કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, શ્રી અનુપમસિંહ ગહલૌતે અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ મુકેલ છે. 

એરીયા કોડ વિસ્‍તાર  
ડેસીબલ (DB(A)Leq
સવારના કલાક ૬/૦૦ થી રાત્રીના કલાક રર/૦૦ સુધી 
રાત્રીનાકલાક રર/૦૦ થી સવારના કલાક ૬/૦૦ સુધી  
એ.
ઔદ્યોગીક
૭૫
૭૦
બી.
વાણીજય
૬૫
૫૫
સી.
રહેણાંક
૫૫
૪૫
ડી.
શાંત વિસ્‍તાર
પ૦
૪૦

આવરી લેવાયેલ મુખ્‍ય ધ્‍યાન આકર્ષક બાબતો મુજબ છે. રાત્રીનો સમયગાળો ૨૨/૦૦ થી સવારના કલાક ૬/૦૦ સુધીનો નિયત કરાયેલ છે અને આ સમયગાળા દરમ્‍યાન હોર્ન, ધ્‍વનિ, પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અંગેના તમામ સાધનો, તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્‍પીકર અને વાજીંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે. જાહેર સ્‍થળોની વ્‍યાખ્‍યા નક્કી કરાયેલ છે અને જાહેર સ્‍થળનો કબ્‍જો ધરાવનાર દ્વારા લાઉડ સ્‍પીકર સીસ્‍ટમનો તથા અન્‍ય સાધનોથી ઉત્‍પન્ન થતાં અવાજની માત્રા જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતા ૧૦ ડીબી(એ)થી વધવી ન જોઇએ
ખાનગી સ્‍થળે જે તે વિસ્‍તારની નિયત માત્રા કરતાં પ-ડીબી(એ)થી વધવી ન જોઇએ તેવો પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો અમલ તા.૦૧/૦૪/૨૦૧૬ થી ૩૧/૦૫/૨૦૧૬ સુધી રહેશે.
માઇક સીસ્‍ટમ ભાડે આપનાર માલીક/ભાગીદાર, સંચાલક, મેનેજર શહેર પોલીસ કમિશનર વિસ્‍તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી, સરઘસમાં જાહેર રસ્‍તા કે જાહેર જીપમાં ઉપયોગ માટે, પાર્ટી પ્‍લોટ, ખુલ્‍લી જગ્‍યા, રહેણાંકોની પાસે નજીકમાં આવેલ ખાનગી ખુલ્‍લી જગ્‍યામાં ઉપયોગ માટે પોલીસની મંજૂરી વિના માઇક સીસ્‍ટમ ભાડે આપી શકશે નહિં તથા મંજૂરી મળ્યા પછી તેનો ઉપયોગ હોસ્‍પીટલો, શૈક્ષણિક સંસ્‍થાઓ, અદાલતો, ધાર્મિક સ્‍થળોની આજુબાજુમા ૧૦૦ મીટરના વિસ્‍તારમાં માઇક સીસ્‍ટમનો ઉપયોગ કરી શકાશે નહીં.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon