જાહેર રસ્‍તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

જાહેર રસ્‍તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

જાહેર જનતા દ્વારા સારા પ્રસંગે કે ધાર્મિક કારણોસર જાહેર રસ્‍તા, ફુટપાથ, દવાખાના કે શૈક્ષણિક સંસ્‍થાની નજીક ફોડવામાં આવતા ફટાકડાથી ટ્રાફિક વ્‍યવહાર ખોરવાય છે, લોકોને ઇજા થાય છે, અને વિદ્યાર્થીઓ તથા દર્દીઓને ખલેલ પડે છે, જેના નિવારણ માટે રાજકોટ શહેરના પોલિસ કમિશ્‍નર શ્રી અનુપમસિંહ ગહલૌતએ તા.૦૧/૦૪/૨૦૧૬ થી ૩૧/૦૫/૨૦૧૬ સવારના ૬.૦૦ વાગ્‍યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્‍યા સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં આવેલા જાહેર  રસ્‍તા, ફુટપાથ, કોર્ટ, કચેરી, હોસ્‍પિટલ, શાળા, કોલેજો તથા શૈક્ષણિક સંસ્‍થાના ૧૦૦ મીટર વિસ્‍તારમાં દારૂખાનું, ફટાકડા, બોમ્‍બ, રોકેટ, હવાઇ, તથા અન્‍ય ફટાકડા ફોડવા અને સળગાવવા પર, આવા ફટાકડા સળગાવી રસ્‍તા પર, ફુટપાથ પર, કે કોઇ વ્યક્તિ પર ફેંકવા પર તથા આતશબાજી કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ હુકમના ભંગ બદલ દંડનીય કાર્યવાહી થશે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon