હોળી-ધુળેટીના તહેવારો

હોળી-ધુળેટીના તહેવારો

હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષી સુલેહ 
શાંતિ જાળવવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ
હોળી તથા ધુળેટીના તહેવારને અનુલક્ષીને રાજકોટ શહેરની જાહેર શાંતિ અને સલામતી જાળવવા તથા કોમી એખલાસ જળવાઇ રહે અને લોકોના જાનમાલની  સલામતી તથા ટ્રાફીક નિયમન  જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌતએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૨૩-૩-ર૦૧૬ થી તા. ૨૪-૩-ર૦૧૬ના કલાક ર૪-૦૦ સુધી નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. કોઇપણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તા ઉપર કોરા રંગ(પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી કે રંગમિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર ફેંકવા નહી અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહી, પોતાના હાથમાં રાખવા નહી કે જાહેર માર્ગો ઉપર  ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત સર્જાય કે કોઇને કે પોતાને ઇજા કે હાનિ થાય તેવી કોઇપણ પ્રવૃતિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ  કરવો નહી તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહી.
જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
૨૧ મી માર્ચ ‘‘વિશ્વ વન દિવસ’’ નિમિત્તે  યોજાનારી ફોટોગ્રાફી સ્પર્ધા  આયોજન
‘‘વિશ્વ વન દિવસ’’ની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા તા. ૨૧ મી થી ૩૦ માર્ચ દરમ્યાન રાજયમાં આવેલા અભ્યારણ્યો અને વન વિસ્તારની મુલાકાતની ફોટોગ્રાફી સ્પર્ધા યોજાનાર છે. રસ ધરાવતા લોકોએ સંબંધિત જિલ્લાની વન વિભાગની કચેરીનો સંપર્ક સાધી વિગતો મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.વનોનું તેમજ વન્ય પ્રાણીઓનું રક્ષણ અને સંવર્ધન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જે પૈકી આ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.
                         જનસમુહનુ લોકપ્રિય પર્વ- હોળી
આ મહાન પાવનકારપર્વ હોળી સૌરાષ્‍ટ્રમાં ગામે ગામ અને લત્તે લત્તે તેમજ સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. સૌરાષ્‍ટ્રમાં હોળીને આપણે હુતાસણી પણ કહીએ છીએ અનિષ્‍ટ તત્‍વોનો ના કરીને ઇષ્‍ટ તત્‍વના પુનઃસ્‍થાપનની શરૂઆત આ પર્વથી થાય છે. હોળી પ્રગટયા બાદ ભાવિકો હાથમાં પાણીનો લોટો અને શ્રીફળ લઇને હોળી માતાની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે અને નવજાત શિશુઓને લઇને માતાઓ પણ કૃતાર્થ થાય છે. આમ આનંદ અને ઉલ્‍લાસ સાથે ભકિત અને શ્રધ્‍ધાનો સમન્વય આ પર્વમાં આપણે જોઇ શકીએ છીએ. હોળીનો ઇતિહાસ વિશે જોઇએ તો ભારતના પુરાણો, વેદો, જેમીની મીમાંશા અને અન્‍ય પુરાણ ગ્રંથોમાં હોલિકા ઉત્‍સવનો એક યા બીજા પ્રકારે ઉલ્‍લેખ જોવા મળે છે. વળી, અનેક દંતકથાઓ, કાવ્‍યો, ચિત્રો, શિલાલેખો અને શિલ્‍પોમાં પણ હોળી ઠેર-ઠેર ઉજવાતી જણાય છે. મૂળ વાર્તા હિરણ્‍ય કશ્‍યપ નામના રાક્ષસ રાજાની છે. જે પોતાને ઈશ્વર ગણાવતો અને પોતાની પુજા કરવા બધાને ફરજ પાડતો, ભાગ્‍ય જોગે એનો પુત્ર પ્રહલાદ શ્રીનારાયણનું નામ રટવા લાગ્‍યો જે આ રાજાને ગમ્‍યુ નહીં હિરણ્‍ય કશ્‍યપની બહેન હોલિકાને એક વરદાન હતુ કે તે ગમે તેવી આગમાં પ્રવેશ કરે તો પણ તેને ઉની આંચ ન આવે, આથી રાજાએ પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્‍નિમાં પ્રવેશ કરવાની બહેન હોલિકાને આજ્ઞા કરી પરંતુ વરદાનમાં મુખ્‍ય શરત એ હતી કે હોલિકા એકલી જ આગમાં પ્રવેશે તો જ તે હેમખેમ બહાર આવે, સામી બાજુ પ્રહલાદની ઈશ્વર ભકિત એટલી તો સાચી અને પવિત્ર હતી કે ખુદ નારાયણે તેને ઉગારી લીધો. આ વાત અત્‍યંત જાણીતી છે. એક અન્‍ય કથા અનુસાર, પુરાતન સમયમાં આર્યો આ પર્વજવતા અને એમ કહેવાય છે કે પૂર્વ ભારતમાં સૌભાગ્‍યવંતી સ્‍ત્રીઓ પોતાના પરિવારના કલ્‍યાણ માટે ફાગણ પૂર્ણિમાનુ પૂજન કરતી અને રાકા એટલે પુર્ણિમાને દેવી તરીકે માનતી. જયારે વિંધ્‍ય પ્રદેશના રામગઢ વિસ્‍તારમાં ઇ.સ.પુર્વે ૩૦૦ની સાલમાં જે શિલાલેખો મળી આવ્‍યા છે તેમાં રાજા હર્ષે પોતાના કાવ્‍ય ‘‘રત્‍નાવલિ’’માં હોલિકા ઉત્‍સવ કેવી રીતે ઉજવાતો, તેની વિગતો જણાવી છે. હોળી કોણ કોણ ઉજવે છે એમ પૂછવા કરતા, કોણ નથી ઉજવતુ એ પ્રશ્ન વધુ વ્‍યાજબી છે, કારણ કે આજથી હજારેક વર્ષ પહેલા ભારતના પ્રવાસે આવેલા મુસ્‍લિમ પ્રવાસી અલ-બુરાનીએ તેના પ્રવાસ વર્ણનમાં હોળી ઉત્‍સવનો ઉલ્‍લેખ કર્યો છે અને ત્‍યાર પછીના અનેક મુસ્‍લિમ લેખકો અને કવિઓએ પણ આ પર્વની ઉજવણીમાં હિન્‍દુ-મુસ્‍લિમો હોંશભેર ભાગ લેતા હતા તેમ વર્ણવ્‍યુ છે. આજે પણ ભારતભરમાં આ રંગોત્‍સવમાં તમામ કોમોના લોકો હોંશભેર ભાગ લ્‍યે છે. ભગવાન શ્રીકૃષ્‍ણના જીવન પ્રસંગોમાં પણ ગોપીઓ સાથે વ્રજમાં હોળી ખેલતા ચિત્રો અને ગીતો સર્વવ્‍યાપી છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. આ દરમ્‍યાન બ્રહ્માંડમાં અલગ-અલગ તેજકિરણો પ્રસરે છે. જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.
હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, અને ત્‍યાર પછીના બીજા દિવસને ધુળેટી તરીકે ઉજવાય છે. ધુળેટીના દિવસે સવારથી જ અબાલ વૃધ્‍ધો એક બીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટીને પોતાનો ઉત્‍સાહ અને આનંદ વ્‍યકત કરે છે. ધુળેટીના દિવસે ખાસ ધ્‍યાનમાં રાખવાની બાબત એ છે કે રાસાયણીક રંગોનો ઉપયોગ ન કરવો તે હિતાવહ છે. આ ઉત્‍સવની જેટલી સ્‍વૈચ્‍છિક ઉજવણી થાય તેટલો તેનો આનંદ બેવડાય છે અને સમાજમાં પરસ્‍પર ભાઇચારાની લાગણી અને નિકટતા પ્રબળ બને છે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon