કર્મયોગીઓને નિવૃત્તિ વિદાયમાન

કર્મયોગીઓને નિવૃત્તિ વિદાયમાન

તાલુકા પંચાયતના કર્મયોગીઓને અપાયુ નિવૃત્તિ વિદાયમાન 
                    ડાંગ જિલ્લાના મુખ્‍ય મથક આહવા ખાતે કાર્યરત તાલુકા પંચાયતના બે કર્મયોગીઓ વયનિવૃત્ત થતાં, ગત તા.૩૧મી માર્ચ, ૨૦૧૬નાં રોજ તેમને ભાવભિનુ વિદાયમાન અપાયુ હતું. તાલુકા પંચાયતના અધિકારી, કર્મચારીઓ સહિત પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલા નિવૃત્ત થતાં કર્મયોગી શ્રી એમ.એ.ગાયકવાડ, વિસ્‍તરણ અધિકરી (સહકાર) તરીકે ઘણા લાંબા સમયથી આહવા ખાતે તેમની સેવા આપી રહ્યા હતા. સને ૧૯૮૪થી સરકાર સેવામાં પ્રવૃત્ત શ્રી ગાયકવાડે તેમની લાંબી કારકિર્દી દરમિયાન સાથી કર્મચારીઓ સાથે સુમેળભર્યા સંબંધો કેળવવાની સાથે સાથે, તેમની ફરજ પ્રત્‍યે નિષ્‍ઠાઅને લગાવ દાખવ્‍યો હતો. શ્રી ગાયકવાડની સાથે આજે અન્‍ય એક કર્મયોગી શ્રી આબિદ સૈયદ પણ વયનિવૃત્ત થયા હતા. તેમણે પણ તેમની સરકારી ફરજોમાં ખૂબ જ ઉત્‍સાહ દાખવ્‍યો હતો. વિદાય લઇ રહેલા આ કર્મયોગીઓને તાલુકા વિકાસ અધિકારી શ્રી હળપતિ સહિતના અધિકારીઓ, અને કર્મયોગી, તથા પદાધિકારીઓએ શુભકામના પાઠવી, તેમનું નિવૃત્ત જીવન સુખશાંતિભર્યુ અને સ્‍વાસ્‍થ્‍ય રહે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. નિવૃત્ત થતા કર્મચારીઓએ તેમની સેવા દરમિયાન મળેલા સાથી કર્મચારી/અધિકારીઓના સહયોગ બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આજે સોનગઢ અને વ્યારા તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે જિલ્લા સેવાસદન પાનવાડી-વ્યારા ખાતે આવેલા ઓડિટોરિયમ હોલમાં વ્યારા તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ રાજયના રાજયકક્ષાના માર્ગ અને મકાનમંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાશે. જિલ્લાના નાગરિકોના કનડતા અનેકવિધ પ્રશ્નો સ્થળ પર જ તાત્કાલિક નિરાકરણ થાય તથા નાગરિકોની તેમની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા મથકોએ કે સચિવાલય સુધી જવું ન પડે એ માટે રાજય સરકાર દ્વારા રાજયના દરેક તાલુકામાં લોક સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવાનું નકકી કર્યું છે. રાજય સરકારના આ મહત્વાકાંક્ષી કાર્યક્રમને અનુલક્ષીને આજે તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજયના રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાશે. કાર્યક્રમ દરમિયાન સોનગઢ અને વ્યારા ખાતે સોનગઢ અને વ્યારા તાલુકાના નાગરિકો, અગ્રણીઓ અને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો સાંભળી રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી દ્વારા પ્રશ્નોના નિરાકરણની કામગીરી કરવામાં આવશે. લોક સંવાદ સેતુના કાર્યક્રમમાં સેવા વિષયક, નિતી વિષયક અને જમીન-મિલ્કત સંબંધિત દાવાઓ , દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહિં એમ જિલ્લા કલેકટર તરફથી જણાવાયું છે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon