મુંબઈ-અમદાવાદ કોરિડોર પરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂ. 9800 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ
ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે તે મુંબઈ-અમદાવાદ કોરિડોર પરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રૂ. 9800 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે.
આ ટ્રેન પ્રતિ કલાક 300-350 કિ.મી.ની ઝડપે દોડશે. પ્રોજેક્ટ માટે જાપાન ઈન્વેસ્ટમેન્ટ કોઓપરેશન એજન્સી ભંડોળ પૂરું પાડવાની છે. એમાં 81 ટકા ઈન્વેસ્ટમેન્ટ 0.1 ટકાના વ્યાજે લોન તરીકેનું હશે.
રેલવે બોર્ડના ચેરમેન એ.કે. મિત્તલે રવિવારે અહીં મેક ઈન ઈન્ડિયા વીક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને આ જાણકારી આપી હતી.
print this post
0 comments