નવસારી જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર મા.અ.અ.૨૦૦૫ હેઠળ માહિતી અપાવવા આનાકાની
પર્દાફાસનો ભય
,ભાગીદાર, મજબૂર,માનસિક તકલીફ કે .......!
નવસારી જિલ્લામાં સરકારશ્રીના
લોકલાડીલા ઇમાનદાર સત્યનિષ્ઠ જાંબાજ પ્રતિષ્ઠિત અધિકારી એક જ માહિતીના અપીલ માં
ગુમરાહ કરતો હુકમ અરજદાર પાસે ખોટી રીતે
ફી ભરવા માટે કાયદા વિરૂદ્ધ જવાબ
આપી પોતાના લાયકાત અને અનુભવનો કરેલ પ્રદર્શન
આજે ગુજરાત રાજ્યના એતિહાસિક અને સંસ્કારી નગરી જિલ્લા નવસારીમાં જિલ્લા
મ્યુનિસ્પલ ઓફિસર નિમણુંક થયેલ થી જ ઈમાનદાર અને કાયદા કાનૂન નો વિશેષ જાણકાર હોવાનો
દાવો કરી રહ્યા છે. લોક ચર્ચિત અધિકારી શ્રી એક જ માહિતીમાં પોતાની લાયકાત અનુભવ
નો પ્રદર્શન કાયદેસર પોતાની લેખિત હુકમ માં કરી છે જે થી હવે એમનો ખુલાશો કરવો
લોકરક્ષક માટે જરૂરી બન્યો છે.
૧. સદર અધિકારી શ્રીની શૈક્ષણિક લાયકાત માટે માગવામાં આવેલ માહિતીના જવાબ માં
ગાંધીનગરની કચેરીમાં થી મળેલ પત્ર મુજબ ગાંધીનગર ખાતે મળી આવેલ નથી.અને આજ સુધી
સદર ઈમાનદાર જાંબાજ અધિકારી કાયદા કાનૂન નો જાણકાર શ્રી એ કાયદા મુજબ આપી શકેલ નથી
જેથી ખરેખર એમની પાસે કોઈ કાયદેસર ની લાયકાત છે કે અગાઉના ના અધિકારીશ્રીની જેમ
રામ ભરોસે ચાલી રહ્યો છે.
૨. સદર અધિકારી શ્રીને સરકાર વર્ગ-૧ માં નિમણુંક કરેલ છે અને કાયદેસર મોટી રકમ
પગાર પેટે સાથે દુનિયા ભરની સુવિધાઓ દર માસે આપે છે અને આ મોટી રકમ અને સુવિધાઓ શા
માટે આપે છે એની સાથે દરેક નોકરી ઉપર કામ કરતા અધિકારી ને એક જોબ ચાર્ટ આપવામાં
આવે છે જેના અનુસંધાન માં નવસારી જિલ્લાના સરકારશ્રીના લોકલાડીલા ઇમાનદાર
સ્ત્યનિષ્ઠ જાંબાજ પ્રતિષ્ઠિત અધિકારીશ્રી વેતન તો દર માસે લઈ રહ્યા છે જોબ ચાર્ટ
મુજબ આજ સુધી કોઈ પણ માસે કરતા જ નથી અને કદાચિ ખબર પણ ન હોય કેમ કે જોબ ચાર્ટ
મુજબ કરેલ કામગીરી ની માહિતી એમની કચેરીમાં પણ મળી આવેલ નથી. કોઈ કામ કાયદા મુજબ
જોબ ચાર્ટ મુજબ કરેલ હોય ત્યારે માહિતી મળે છે. જેથી આજે એ જાણવુ જરૂરી બન્યુ છે
કે સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી મોટી રકમ પગાર પેટે અને મળતી સુવિધાઓ ગરીબ થી ગરીબ મજૂરોના મહેનત મસક્કત ના
કમાઈ માં થી આવે છે.
૩.માહિતીની અપીલ ની સુનવણી કાયદા મુજબ ૩૦ દિવસ માં કરવો ફરજીયાત છે જેના બદલે
૭૦ દિવસ મોડુ કરવા માટે નિકાલ ન કરવા માટે ના કારણોની લેખિત માં નોધ કરવી. એના
જવાબ અરજદાર દ્વારા લેખિત માં માગવા છતા કેમ આપેલ નથી ?
૪ સદર અધિકારીશ્રી ને મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર
એનેક્ષર એ અને બી માં કરાવી જોઈએ જે જિલ્લાના નગરપાલિકાઓ ના વડા હોવા થી એમની ફરજ
માં આવે છે જે સરકારશ્રીના પરિપત્ર આપવા છતા આજ સુધી પોતાની કચેરી સાથે તાબા
હેઠળની કચેરીઓ ના કેમ કરાવેલ નથી.
૫.નવસારી જિલ્લામાં ગેર કાયદેસર બાંધકામો નગરપાલિકાઓ ના વડા હોવાથી અને નવસારી
જિલ્લા ના નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર હોવાથી ગેર કાયદેસર બિન અધિકૃત બાંધકામ
એમની મરજી વગર કેવી રીતે શક્ય બની શકે કે પૂર્ણ થઈ શકે.સામાન્ય લારી ગલ્લા કે રોડ
ઉપર ગરીબ નાગરિકો ને ખસેડવા માટે પોલિસની લસ્કર લઈ કાર્યવાહી કરવામાં આવે છે દસ-દસ
માળ ની બિલ્ડિગો માં થી આજ સુધી એક ઈંટ પણ કાઢી શકેલ નથી. શું ત્યારે કાયદા કાનૂન
કે સત્ય નિષ્ઠા ઈમાનદારી ક્યાં ગાયબ થઈ જાય છે.
૬. તારીખ-૦૧/૦૧/૨૦૧૬
અપીલ કેસ નં.૩૯/૨૦૧૫ અપીલની સુનવણી દરમ્યાન સરકારશ્રીના લોકલાડીલા ઇમાનદાર
સત્યનિષ્ઠ જાંબાજ પ્રતિષ્ઠિત અધિકારીશ્રી પોતાના આપેલ હુકમ માં જણાવેલ છે કે સદર
અપીલની સુનવણી દરમ્યાન જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર શ્રી
બીલીમોરા/ગણદેવી/વિજલપોર નગરપાલિકાતથા જાહેર માહિતી અધિકારી અને ઓફિસ
સુપ્રિટેન્ડેન્ટ નવસારી નગરપાલિકા તારીખ ૩૦/ ૧૨/ ૨૦૧૫ના રોજ થયેલ રૂબરૂ સુનવણી
મુજબ.........જેના અનુસંધાન માં જણાવવાનુ કે સદર અપીલ ની સુનવણીમાં જાહેર માહિતી
અધિકારી અને ચીફ ઓફિસર શ્રી બીલીમોરા /ગણદેવી /વિજલપોર નગરપાલિકાતથા જાહેર માહિતી
અધિકારી અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ નવસારી નગરપાલિકા માં થી એક પણ જાહેર માહિતી
અધિકારી જાતે રૂબરૂ હાજર રહેલ નથી છતા સદર અધિકારી શ્રી મા.અ.અ.૨૦૦૫ના મહત્વપૂર્ણ
કાયદા જે આજે ભારત માં અધિકારી હોય કે સર્વોચ્ચ નેતા જેલમાં ભેગા થયા છે એવા
કાયદાની સુનવણી માં ગેરહાજર ને કેવી રીતે હાજર લખેલ છે અને ગેર હાજર ને પોતાના
લેખિત હુકમ માં હાજર લખવા પાછણ રહસ્ય શુ હશે. એ સમય દરમ્યાન એમની કચેરીમાં હાજર નો
પુરાવો આપવા અને એ સમય દરમ્યાન સદર અધિકારીઓ ક્યા હતા ...| એ આવનાર સમય ...|
૭. બીલીમોરા નગર પાલિકા માં અરજદાર કોઈ ચોક્કસ માહિતી માગેલ ન હોય તેથી આપી
શક્યા નથી અને અરજદાર નિરીક્ષણ કરેલ માહિતી નિયત ફી ની રસીદ લઈ માહિતી મેળવી લેવી
ત્યારે સદર અધિકારીની માનસિકતા અને નિયત સાથે લાયકાત નો પ્રદર્શન જાહેર થતો હોય
કેમ કે ચોક્કસ પ્રકારની માહિતી માગેલ નથી ત્યારે ફીના રૂપિયા કયા આધારે જમા કરાવશે
?
આજે એવા અધિકારીઓ ના કામકાજો થી સરકાર બદનામ થઈ રહી જેના કારણે આજે સરકાર વગર
ગુનાહે ભ્રષ્ટાચાર કરતી સરકાર માં નામ નોધાઈ રહ્યુ છે અને જેનો પુરાવો હાલ માં
નાગરિકો ના મત દ્વારા સ્પષ્ટ જાહેર થયેલ છે. નવસારી જિલ્લાના કલેક્ટરશ્રી સમાચારની
ગંભીરતા થી નોધ લઈ દરેક અધિકારીઓ ને જો ફકત જોબ ચાર્ટ મુજબ કામો કરવા માટે હુકમ
કરે અને ગુજરાત સરકાર સેવા કા કાનૂન મહારાષ્ટ્ર ની જેમ તત્કાલ ગુજરાત માં લાગુ
કરાવે ત્યારે એવા ઈમાનદાર અધિકારીઓ અને એમના કામ કાજો જાહેર જનતા ને ખબર પડે અને
ખરેખર ગુજરાત જમીની હકીકત માં ફરી થી સ્વર્ણિમ ગુજરાત બને એવી શુભેક્ષા સહ-----
આ સમાચાર જવાબદારી પૂર્વક લખવામાં આવેલ છે કોઈ ને પણ વિસ્ત્રિત જાણકારી જોઇતી
હોય ત્યારે જિલ્લા મ્યુનિસ્પલ ની કચેરીમાં જઈ ઉપરોક્ત દરેક મુદ્દા વાર માહિતી જોઈ
શકે જેવા કે દરેક કચેરીઓ સામે નાગરિક અધિકાર પત્ર કચેરીમાં ફરજીયાત રાખવાનો ઓડિટ થયેલ
પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ઉપલબ્ધ નથી અને ઠેર-ઠેર બિન અધિકૃત બાંધકામો ના જવાબદાર
જિલ્લાના વડા હોવા છતા કોઈ પણ કાર્યવાહી ન કરવો એ શું દર્શાવે છે પોતે જણી શકાય
છે.
print this post
0 comments