વાપી ખાતે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાના
ઉદ્યોગો માટે સેમિનાર યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૧૯: રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લીડ બેંક
બેંક ઓફ બરોડા, વલસાડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સહયોગથી નાના અને લઘુ
ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં જિલ્લા કલેકટર શ્રી રવિકુમાર અરોરાએ નાના અને લઘુ ઉદ્યોગકારો
બેંકો પાસેથી ધિરાણ લઇ વિકાસ સાધવા તેમજ સરકારી પ્રશ્નોના સરળ નિરાકરણ અંગે વિસ્તૃત
માર્ગદર્શન આપ્યું હતું.
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, અમદાવાદના જનરલ મેનેજરશ્રી માલા સિંહાએ બેંકની કામગીરી અંગે સવિસ્તર જાણકારી
આપી ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય તે અંગે સમજુતી આપી હતી.
બેંક ઓફ બરોડા, વાપીના આસી. જનરલ મેનેજરરી રામચંદ્રન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસી. જનરલ મેનેજરશ્રી
સોલંકી, દેનાબેંકના ડે. જનરલ મેનેજરશ્રી સિનોય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શ્રી જાજલ, એચ.ડી.એફ.સી. બેંકના
જનરલ મેનેજરશ્રી વર્ધરાજન, વી.આઇ.એ.ના સેક્રેટરીરરી પાર્થિવ, વીઆઇએના બેન્કિગ અને ફાઇનાન્સના ચેરમેન શ્રી
હેમંતભાઇ પંત, વાઇસ પ્રેસીડન્ટ શ્રી ઠક્કરજી વગેરેએ લઘુ ઉદ્યોગકારોને નાણાંકીય અગવડતા અને
સરકારી પ્રશ્નોના નિકાલ માટે ઉપયોગી સલાહ સૂચનો આપ્યા હતા.
અગ્રણી શ્રી ગફુરભાઇ બીલખીયાએ વલસાડ જિલ્લાના તમામ નાના અને લઘુ ઉદ્યોગકારોને
એમ.એસ.એમ.ઇ./ એસ.એસ.આઇ. લોનનો લાભ લઇ વધુ વિકાસ કરી વલસાડ જિલ્લાને રાજ્યમાં
નંબર-૧ સ્થાન અપાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ સેમિનારમાં સરકારશ્રીની જુદી-જુદી યોજના વી.બી.વાય., પી.એમ.ઇ.જી.પી, દત્તોપંચ ઠેંગડી વગેરે
યોજનાઆોં સપ્ટે-૧૫ પછી મંજૂર કરાયેલી રૂા. ૧૧.૯૧ લાખનું ધિરાણ બેંકો દ્વારા
કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂા.૬૨ કરોડના મંજૂરીપત્ર સાથે ૧૦ ઉદ્યોગકારોને
રૂા.૧.૩૭ કરોડના ધિરાણના મંજૂરીપત્રોનો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું
હતું.
બેંક ઓફ બરોડા સરીગામના એમ.એસ.એમ.ઇ. હોલ્ડર એસ.કે.પ્લાસ્ટિકે ધિકરાણ લઇ
કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી. બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક તેમજ અમી મોટર્સની
સફળતા વિશે પણ તેમણે જણાવ્યું હતું.
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરશ્રી માલા સિંહા દ્વારા સૌના લાભ માટે
એમ.એસ.એમ.ઇ. ક્વિઝ દ્વારા નાના પ્રશ્નો પૂછયા હતા. જેના લઘુ ઉદ્યોગકારોએ સંતોષકારક
જવાબ આપ્યા હતા. જેમાં વધુ સંતોષકારક જવાબ આપનારાઓને ઇનામો આપી પ્રોત્સાહિત
કર્યા હતા.
પ્રારંભમાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આસી. જનરલ મેનેજરશ્રી એસ.કે.મિશ્રા
અને શ્રી અશ્વિનભાઇએ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમનું સંકલન, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આસી. જનરલ મેનેજરશ્રી
બાપાલાલજીએ કર્યું હતું.
આ સેમિનારમાં જિલ્લાના નાના લઘુ ઉદ્યોગ ચલાવતા અને
ભવિષ્યમાં લઘુ ઉદ્યોગ શરૂ કરનારાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
print this post
0 comments