કાચબો ઘરમાં હોવાથી મનમાં શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ આવે છે..
ફેંગશુઈના આધાર પર ઘરમાં કાચબાને મુકવો શુભ અને લાભદાયક માનવામાં આવે છે. કાચબો ઘરમાં હોવાથી મન માટે શાંતિ અને જીવન માટે ધન તેમજ સમૃદ્ધિ લઈને આવે છે. તો આવો કાચબાના હોવાથી ઘરમાં શુ લાભ થાય છે તેના પર વિસ્તારથી ચર્ચા કરીએ.
ફેંગશુઈના આધાર પર ઘરમાં કાચબો રાખવાથી ઘરના સભ્ય દીર્ધાયુ થાય છે અને સોભાગ્યમાં વધારો થાય છે. તેથી ઘર કે ઓફિસમાં તેનુ હોવુ લાભદાયક અને શુભ માનવામાં આવે છે.
કાચબાને કેવી રીતે અને ક્યા મુકશો. અસલી ધાતુથી બનેલ કાચબાને પાણીથી ભરેલ બાઉલમાં નાખીને મુકવો જોઈએ. આ બાઉલને મકાનની ઉત્તર દિશામાં મુકો. ફેંગશુઈના આધાર પર કાચબો કે કાચબાની મૂર્તિ રાખવા માટે ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે.
ક્યા મુકવો જોઈએ. જો ઘરની ઉત્તર દિશામાં તમારુ બેડરૂમ છે તો ભૂલથી પાણીથી ભરેલ બાઉલને બેડરૂમમાં ન મુકશો. આવી સ્થિતિમાં ફક્ત ધાતુનો કાચબો જ મુકવો જોઈએ. ફેગશુઈ મુજબ બેડરૂમમાં પાણી રાખવુ અશુભ માનવામાં આવે છે.
print this post
0 comments