વલસાડ માં નશાબંધી સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

વલસાડ માં નશાબંધી સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

valsad News
વલસાડઃ નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવશક્‍તિ આદિવાસી વિકાસ ટ્રસ્‍ટ, મમકવાડાના સહયોગથી ઉમરગામ તાલુકાના ડહેલી પ્રાથમિક શાળા તેમજ ભિલાડ તળાવ ફળિયા ખાતે નશાબંધીને લગતા સાંસ્‍કૃતિક કાર્યક્રમ તેમજ વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં વિજેતાઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પ્રોત્‍સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે નશાબંધીને લગતું શેરી નાટક પણ રજૂ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગના ઇન્‍સ્‍પેક્‍ટરશ્રી ડી.ડી. ગોહિલ, સબ ઇન્‍સ્‍પેક્‍ટરશ્રી એ.આઇ.પટેલે નશાબંધી વિષયક વિસ્‍તૃત જાણકારી આપી હતી અને તમામ પ્રકારનો વ્‍યસનોનો ત્‍યાગ કરી નશાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અગ્રણીશ્રી ભરતભાઇ બી. જાદવ, સંસ્‍થાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન તેમજ મંત્રી શ્રીમતી હંસાબેન, માની સરપંચશ્રી અમ્રતભાઇ, શાળાના શિક્ષકો તેમના ગ્રામ આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. 


















print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon