રાજ્ય પરિક્ષા બોર્ડના અધ્યક્ષ શ્રી બી.કે ત્રિવેદી સાહેબ તેમજ તેમની ટીમને તેમની ઉત્કૃસ્ઠ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન.

રાજ્ય પરિક્ષા બોર્ડના અધ્યક્ષ શ્રી બી.કે ત્રિવેદી સાહેબ તેમજ તેમની ટીમને તેમની ઉત્કૃસ્ઠ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન.

ગુજરાત માં લેવામાં આવતી ટેટ-1 ટેટ -2 , એચ ટાટ, અને અન્ય પરીક્ષાઓની કામગીરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે,અત્યાર સુધી લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની કામગીરી વિવિધ પરીક્ષા સમિતિ દ્વારા લેવામાં આવે છે તે પૈકી રાજ્ય પરીક્ષા બોર્ડ ની કામગીરી અભિનંદનને પાત્ર છે ,પારદર્શિતા એક રાજ્ય પરીક્ષા બોર્ડ નો મહત્વનો ગુણ કહીએ તો અતિશયોક્તિ ના કહી શકાય . કારણ કે અત્યાર સુધી જે પણ ટેટ 1 -2 એચ ટાટ, અને અન્ય પરીક્ષાઓ લેવાઈ તેમાં પરીક્ષા દરમિયાન પરીક્ષા વ્યવસ્થાથી માંડીને નાના માં નાની બાબતો ને ધ્યાન માં લઈ પરીક્ષાઓ યોજી છે , પરીક્ષા બાદ જ્યારે કામચલાઉ આન્સર કી જ્યારે પણ જાહેર કરવામાં આવી છે ત્યારે ઉમેદવારો પાસેથી રજૂઆતો અને આન્સર કી રહેલી ભૂલો અંગે રજૂઆતો મંગાવવામાં માં આવે છે આ રજૂઆતો ને ધ્યાને લઈને નિષ્ણાતો ની એક કમિટી બનાવીને ઉમેદવારોના હિતને ધ્યાને રાખીને ફાઇનલ આન્સર કી સાથે પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે , આ પ્રક્રિયા કરનાર ગુજરાતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ પ્રથમ છે ત્યાર બાદ આવી કામગીરી અન્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવું કાર્ય શરૂ કરવા માં આવેલ છે જે પ્રસંશનિય છે , અને જ્યારે પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે ઉમેદવારના પરિણામ ની સાથે સાથે જવાબવહી એટ્લે કે OMR પણ મૂકવા માં આવે છે જેથી પરિણામ માં પણ વિધ્યાર્થીઓને ભૂલ જણાય તો રાજ્ય પરીક્ષા બોર્ડ માં રીચેકિંગ કરાવી શકે છે જેની કોઈ પણ પ્રકારની ફી વસૂલવા માં નથી આવતી .

ઉમેદવારોમાં ગણી વખત ગેરસમજ વ્યાપતી હોય છે કે પેપર માં ભૂલો આવે છે અને પ્રિંટિંગ મિસ્ટેક ના કારણે તેમને નુકસાન ભોગવવું પડે છે તો તેના જવાબ માં કહી શકાય કે છેલ્લે લેવાયેલ ટેટ -2 ની પરીક્ષામાં આવા પ્રશ્નો ના ઉકેલ તરીકે જ્યાં વિધાર્થીઓને ગેરસમજ ઊભી થયી હતી એવા પ્રશ્નોમાં ગ્રેસિંગ આપ્યું હતું . તો આવી પારદર્શિતા વાળા પરિક્ષા બોર્ડને દરેક ઉમેદવારો એ અભિનંદન પાઠવવા જોઈએ કે જેમને હમેશા વિધાર્થી હિતોને મહત્વ આપ્યું છે . રાજ્ય પરિક્ષા બોર્ડના અધ્યક્ષ શ્રી બી.કે ત્રિવેદી સાહેબ તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.



print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon