દક્ષિણ ગુજરાત વીજ કં.લી.નવસારી માં RTI ની માહિતી આપવામાં આનાકાની !

દક્ષિણ ગુજરાત વીજ કં.લી.નવસારી માં RTI ની માહિતી આપવામાં આનાકાની !

ગુજરાત રાજ્યની એતિહાસિક અને સંસ્કારીનગરી નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. નવસારીના કાર્યપાલક ઈજનેર શ્રી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ  માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ થી વંચિત, ભાગીદાર ,મજબૂર કે અન્ય.............!
  ભારત દેશમાં આજે ગુજરાત રાજ્ય સૌથી વિકાશશીલ રાજ્ય મોડલ પ્રદેશ જેવા મહાન શબ્દોથી આજે વિશ્વવિખ્યાત છે. એમાં સૌથી મોટુ ભાગ ગુજરાત રાજ્યમાં વીજ વ્યવસ્થા ગણવામાં આવે છે.અને પારદર્શી સમૃદ્ધ વિકાશ અને સૌથી સારામા સારી ગુજરાત રાજ્યમાં સર્ટીફિકેટ મેળવવામાં ગુજરાત રાજ્યમાં કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. નો નામ પ્રથમ ક્રમે આવે છે.જેમા જમીની હકીકત તદ્દન જુદી જોવા મળી રહી છે. આજે નવસારી જિલ્લો બિન અધિકૃત બાંધકામો માં સૌ થી આગણ હોય એવુ જાણકારોના મંતવ્ય છે.અને સરકાર ના પરિપત્ર મુજબ એમા વીજ વ્યવસ્થા જો કાયદેસર ન આપવામાં આવે ત્યારે કોઈ પણ બાંધકામની કોઈ કીમત રહેતી નથી.અને સદર કામો માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ના અધિકારીઓ /કર્મચારીઓના મેળાપીપળાથી અંજામ આપવામાં આવે છે એવુ ચર્ચા મુજબ લોકરક્ષક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ૨૦૦૫ના કાયદા અને સદર અધિકારીઓને મળતો વેતન માટે વર્ષ ૧૯૭૧ની કાયદા ની કલમો સાથે ગુજરાત અને ભારત સરકાર દ્વારા અધિકૃત કાયદા મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. નવસારી જિલ્લા માં કાર્યપાલક ઈજનેર શ્રી પાસે માહિતીઓ માગવામાં આવેલ હતી અને સદર અધિકારી પાસે મા.અ.અ.૨૦૦૫નો જ્ઞાન ન હોય એવુ ન બને .પરંતુ માહિતી અધિકારીશ્રી નો જવાબ કયા કાયદા મુજબ છે એ સમઝવુ અઘરૂ છે.૧. પોતાની શૈક્ષણિક લાયકાત માટે ઉપલબ્ધ નથી.સરકારશ્રી કયા આધારે એમની ભર્તી કરેલ છે.૨.માહિતી એમની તાબા હેઠળની કચેરીમાં તબ્દીલ દરેક ને કરી શકાય નહિ એ કયા કાયદા મુજબ છે. ૩.ફરજીયાત પ્રો-એક્ટીવ ડિસ્ક્લોઝર રાખવાનુ હોય તે પણ ઉપલબ્ધ નથી.

     આજે એવા અધિકારીઓના જવાબો દ્વારા આમ જનતા ત્રાહિમામ થઈ અલગ રસ્તો અપનાવેલ છે અને સરકાર આજે ધોળા દિવશે બદનામ થઈ રહી છે. સામાન્ય ભણતરવાણાને  પણ સરકાર પરમોશન આપી આજે પોતે પોતાની પગ ઉપર કુલ્હાણી મારી રહી છે.આજે ગુજરાતમાં ભારત દેશ માં ઉચ્ચ શિક્ષણ ધરાવનાર બેરોજગારો રોજ બધી રહ્યા છે.અને કાયદા કાનૂન કી ઐસી કી તૈસી કરનારને સરકાર પરમોશન આપી રહી છે.અને એવા જ અધિકારીઓ પોતે પોતાના કાયદા ચલાવી આજે સરકારના દરેક સારા કામો ઉપર પાણી ફેરવ્યુ છે. સરકારશ્રીના સંબધિત અધિકારીઓ પોતે સ્વચ્છ અને પવિત્ર વૈભવશાલી વિકાશશીલ ગુજરાત ને આગણ વધારવા માટે ફરીથી કાયદા વ્યવસ્થાનો પાલન કરાવી એવા અધિકારીઓ ના ઉપર કાર્યવાહી કરશે જે ખરેખર આજે સમયની માંગ અને અત્યંત જરૂર છે.કે શાંતી નો સંદેશ આપશે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon