રાષ્ટ્રીય પ્રતિકો અથવા નામનો ઉપયોગ

રાષ્ટ્રીય પ્રતિકો અથવા નામનો ઉપયોગ

વ્યવસાયિક - વાણિજ્યિક હેતુ માટે કરી શકાશે નહીં
આ પ્રકારના નામોના ઉપયોગથી પ્રજામાં ભ્રામક છાપ ઉભી થાય છે
એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઇમ્પ્રો૫ર યુઝ) અધિનિયમ ૧૯૫૦ની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ રાષ્ટ્રીય પ્રતિકો અથવા નામનો ઉપયોગ વ્યવસાયિક તેમજ વાણિજ્યિક હેતુ માટે કરી શકાશે નહીં. કોઇપણ કાયદા હેઠળ અમુક સમય મર્યાદાની અંદર ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત એવા કોઇ સંગઠન/નિગમ અથવા સ્થાનિક સંસ્થાને કોઇ નામની ઓળખ આપવામાં આવી હોય. તે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત હોવાની છાપ ઉભી કરે છે. ઉદાહરણ તરીકે, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચર રીસર્ચ (આઇસીએઆર) કૃષિ અને સહકાર મંત્રાલય હેઠળ નોંધણી પામેલી એક સંસ્થા છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ’ જેવા શબ્દોથી શરૂઆત થતું કોઇપણ નામ પ્રજામાં એવી ભ્રામક છાપ ઉભી કરે છે કે તે સરકાર દ્વારા સંરક્ષિત છે. સરકાર દ્વારા કોઇપણ કાયદા હેઠળ અમુક સમય પુરતું મર્યાદિત રહીને નિગમ સંસ્થા કે સ્થાનિક સત્તાધિશને નિકટથી ભળતું આવતું નામ પણ આપવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન’ એ સંચાર મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જેવાં નામ એવી છાપ ઉભી કરે છે કે ઉપરોક્ત મંડળ પણ કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત છે.
સરકારની ભાગીદારી કે જ્યાં સુધી તેને સમર્થન કરતા સંજોગો હોય તેનું સંરક્ષણ અભિપ્રેત કરે છે. નામમાં અમુક ચોક્કસ શબ્દો સરકારનું સમર્થન હોવાની છાપ ઉભી કરે છે. ‘નેશનલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ, નેશનલ કાઉન્સિલ ઑફ, યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ, વગેરે જેવા શબ્દોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત કરવામાં આવેલા મંડળ/સંસ્થાના ઉદ્દેશો સાથે તેના પ્રયોજકોની પ્રોફાઇલ, અનુભવ અને સ્થિતિની તુલના કરો. જો કોઇ મધ્યવર્તી વિભાગો હોય તો તેનો સંપર્ક કરવો જરૂરી છે. અધિનિયમના પરિશિષ્ટમાં સૂચવવામાં આવેલા હોય એવા વ્યક્તિઓના નામ સાથે કોઇ નામ સ્પષ્ટીકૃત હોઇ શકે નહીં, સિવાય કે જ્યારે આ પ્રકારની સંસ્થાઓ તેમના સંતતિ/પતિ અથવા પત્ની દ્વારા પ્રાયોજિત કરવામાં આવતી હોય. ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરેના ઉપયોગ માટે સ્પષ્ટીકૃત કરવામાં આવી હોય એવી સ્થાપિત સંસ્થાઓ અથવા બંધારણની સંસ્થાઓ કે સરકારની એજન્સીઓ સાથે મળતા/તેના જેવા કોઇ નામ ન હોય. (જેમ કે આઇઆઇટી, આઇઆઇએમ, આઇઆઇઆઇટી, આઇસીએઆર, આઇસીએસએસઆર ને મળતા નામ). કંપનીઓ અને ઉત્પાદન, નિર્માણ, અને સેવા પુરી પાડતા વેગેરે જેવા નાના કદના એકમો દ્વારા ‘ઇન્ડિયા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લાવી શકાશે નહીં. ટ્રસ્ટો/મંડળો/સખાવતી સંસ્થાઓ કે જે અસલમાં ભંડોળ ઉભું કરતી એજન્સીઓ છે અને એજન્સીઓ ઉત્પાદનની વાસ્તવિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોય તેમની વચ્ચે તફાવત હોવો જોઇએ. (દાખલા તરીકે ‘બજાજ ઇન્ડિયા’ અથવા ‘રિલાયન્સ ઇન્ડિયા મોબાઇલ’ વગેરે જેવા નામ આ અધિનિયમની જોગવાઇઓને લક્ષમાં લઇ શકે નહીં.)
ઉલ્લેખનીય છે કે, પ્રજા સાથે સંપર્કમાં આવતી વ્યાવસાયિક, અર્ધ-વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ અથવા જો કોઇ ઉત્પાદનનું માર્કેટીંગ એવી રીતે કરવામાં આવતું હોય કે જેનાથી ગ્રાહકમાં એવી ભ્રામક છાપ ઉભી થાય કે તે સંસ્થા સરકાર દ્વારા આરક્ષિત છે એવા નામમાં ‘ઇન્ડિયા’, ‘નેશનલ’ અથવા ‘સ્ટેટ’ જેવા નામની છૂટ આપવામાં આવી શકે નહીં, તેમ કેન્દ્ર  સરકારના મિનિસ્ટ્રી ઓફ કન્ઝયુમર અફેર્સ, ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.

ચાર જિલ્લાઓના સરકારી પુસ્તક ભંડારમાં
૧લી એપ્રિલ થી ૨૦ એપ્રિલ સુધી સરકારી પ્રકાશનોનું વેચાણ બંધ

        સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી, ગાંધીનગરના તાબા હેઠળના સરકારી પુસ્તક ભંડાર, અમદાવાદ, ભાવનગર, વડોદરા અને રાજકોટ ખાતે તા.૦૧/૦૪/૨૦૧૬ થી તા.૨૦/૦૪/૨૦૧૬ સુધી સરકારી પ્રકાશનોની ભૌતિક ચકાસણીની કામગીરી હાથ ધરવાની હોવાથી સરકારી પ્રકાશનોના વેચાણની કામગીરી બંધ રહેશે તેની જાહેર જનતા તેમજ અધિકૃત એજન્ટોએ નોંધ લેવા મદદનીશ નિયામક, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon