સુરતના શહેરી વિસ્તારોમાં આવેલ ડાઇંગ અને પ્રિંટીંગ મીલોમાંથી થતા પ્રદુષણ સબંધિત પ્રશ્નો અંગે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકઃ

સુરતના શહેરી વિસ્તારોમાં આવેલ ડાઇંગ અને પ્રિંટીંગ મીલોમાંથી થતા પ્રદુષણ સબંધિત પ્રશ્નો અંગે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકઃ

સુરતના શહેરી વિસ્તારોમાં આવેલ ડાઇંગ અને પ્રિંટીંગ મીલોમાંથી થતા
પ્રદુષણ સબંધિત પ્રશ્નો અંગે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકઃ
સુરત શહેરના રહેણાંક વસ્તી ધરાવતા વિસ્તારો ખાસ કરીને એ.કે.રોડ, વી.ડી.રોડ ના વિસ્તારોમાં આવેલ ડાઇંગ અને પ્રીન્ટીંગ મીલોમાંથી હવા પ્રદુષણ  થવા બાબતે તાજેતરમાં મળેલ ફરીયાદો અન્વયે જિલ્લા પ્રભારી અને ઉર્જામંત્રીશ્રી  સૌરભભાઇ પટેલના અધ્યક્ષપદે આ વિસ્તારના મીલ માલિકો સાથે કલેક્ટર કચેરી ખાતે મળેલ બેઠકમાં વિચારમંથન કરવામાં આવ્યું હતું.
           આ બેઠકમાં મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, કલેક્ટરશ્રી, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં ૩૦-૩૫ વર્ષ જુની મીલો આવેલી છે અને સમય જતા આ મીલોની આસપાસ ગીચ રહેણાંક, વાણીજ્યક વિસ્તારો વિકસીત થયેલા હોઈ, લાંબા ગાળાના ઉપાય તરીકે મીલોને શહેરની બહાર સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવાનું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે મીલ માલીકોએ સંમતિ દર્શાવેલ અને રાજ્ય સરકાર તરફથી જમીન અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે નીતિ નિયમોનુસાર સહાય કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જે અંગે એ.કે.રોડ, વી.ડી.રોડ ઉપરાંત ખટોદરા, ઉધના જેવા વિસ્તારોમાં આવેલ ડાઇંગ-પ્રીંટીંગ મિલોએ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન સાથે મળીને શહેર બહાર ક્લસ્ટર સ્વરૂપે તેમજ સી.ઇ.ટી.પી. જેવું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોય કે વિકસિત કરી શકાય તેવી જગ્યા નિયત કરવા માટે કલેક્ટરશ્રી, સુડા, જીપીસીબીના પરામર્શમાં રહી ત્રણ માસના ગાળામાં તે અંગેનું આયોજન કરવા નક્કી કરવામાં આવ્યું હતું.



print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon